શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (11:14 IST)

દિલ્હી સીરિયલ બ્લાસ્ટમાં એક દસકા પછી આજે નિર્ણય, માર્યા ગયા હતા 60થી વધુ લોકો

. વર્ષ 2005માં થયેલ બહુચર્ચિત સરોજની નગર ધમાકાના મામલે પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે. આ સોમવારે અતિરિક્ત સત્ર ન્યાયાધીશ રિતેશ સિંહ તેના પર નિર્ણય સંભળાવવાના હતા.  પણ તેમને આ માટે ગુરૂવારનો દિવસ નક્કી કર્યો હતો. નિર્ણય ગુરૂવારે બપોરે 12 વાગ્યા પછી આવવાની આશા છે. 
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2005માં ધનતેરસના દિવસે સરોજની નગર માર્કેટમાં લશ્કરના આતંકવાદીઓએ ધમાકો કર્યો હતો. તેમા લગભગ 60થી અધિક લોકોના મોત થઈ ગયા હતા. 
 
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ઉક્ત અપરાધ માટે તારીક અહમદ, મોહમ્મદ હુસૈન ફૈજલી અને મોહમ્મદ રફીક શાહની ધરપકડ કરી હતી. વર્ષ 2008માં કોર્ટે ત્રણેય પર ભારત વિરુદ્ધ જંગ છેડવો, હત્યા, હત્યાનો પ્રયાસ અને આરંભ એક્ટ હેઠળ આરોપ નક્કી કર્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે 20 ઓક્ટોબર 2005ના રોજ દિવાળીના 2 દિવસ પહેલા આતંકવાદીઓએ 3 બોમ્બ ધમાકા કર્યા હતા. 2 ધમાકા સરોજીની નગર અને પહાડગંજ જેવા મુખ્ય બજારમાં થયા. જ્યારે કે ત્રીજો ધમાકો ગોવિંદપુરીમાં એક બસમાં થયો. તેમા 60થી વધુ લોકો માર્યા ગયા. જ્યારે કે 210 લોકો ઘાયલ થયા હતા.  
 
આ પણ જાણો 
 
- આ મામલે તારીક અહમદ ડાર, મોહમ્મદ હુસૈન ફાજિલી અને મોહમ્મદ રફીક શાહ વિરુદ્ધ મામલો ચાલી રહ્યો છે. 
- કોર્ટે 2008માં મામલના આરોપી માસ્ટરમાઈંડ ડાર અને અન્ય બે વિરુદ્ધ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવુ, ષડયંત્ર રચવા, હથિયાર એકત્ર કરવા, હત્યા અને હત્યાના પ્રયાસના આરોપ લગાવ્યા હતા. 
- દિલ્હી પોલીસે ડાર વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યુ હતુ. 
- ચાર્જશીટમાં તેના કૉલ ડિટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેનાથી કથિત રૂપે એ સાબિત થયુ હતુ કે તેઓ લશ્કર-એ-તૈયબાના પોતાના આકાઓના સંપર્કમાં હતા.  
- પોલીસે ઓક્ટોબર 2005માં ત્રણ સ્થાન - સરોજીની નગર, કાલકાજી અને પહાડગંજમાં થયેલ વિસ્ફોટની પ્રક્રિયામાં ત્રણ જુદા જુદા મામલા નોંધાવ્યા હતા.