'વિદેશમાં ગેરકાયદે રહેતા નાગરિકોને પરત લાવવાની પ્રક્રિયા નવી નથી'- રાજ્યસભામાં વિદેશમંત્રી એસ. જયશંકરનું નિવેદન
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં અમેરિકાથી ભારત ડિપૉર્ટ કરવામાં આવેલા ભારતીય નાગરિકો મામલે નિવેદન આપ્યું. તેમણે ડિપૉર્ટેશન પર સંયુક્ત રાષ્ટ્રની સંધિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ એક લીગલ માઇગ્રેશનને ટેકો આપવા તથા અવૈધ માઇગ્રેશનને હતોત્સાહિત કરવા માટેની આ પ્રક્રિયા છે.
તેમણે કહ્યું, "અવૈધ અપ્રવાસી ત્યાં અમાનવીય હાલતમાં ફસાયેલા હતા. આ અવૈધ અપ્રવાસીઓને પરત લાવવાના જ હતા."
રાજ્યસભામાં નિવેદન આપતા એસ. જયશંકરે કહ્યું, "ગેરકાયદેસર વિદેશમાં રહેતા નાગરિકોને પરત લાવવા એ દરેક દેશનું દાયિત્વ છે."
તેમણે નિવેદન આપતા કહ્યું, " ડિપૉર્ટેશન પ્રક્રિયા નવી નથી. આ પહેલાં પણ થતી આવી છે."
આમ કહીને તેમણે વર્ષ 2009થી લઈને અત્યારસુધીના ડિપૉર્ટેશનના આંકડા આપ્યા.
તેમણે એમ પણ કહ્યું કે ફ્લાઇટ દરમિયાન ભારતીયો સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય તે માટેની વાતચીત અમેરિકાના પ્રશાસન સાથે ચાલી રહી છે.
ફ્લાઇટ દરમિયાન ભારતીય નાગરિકોને જરૂરી એવું ભોજન, પાણી તથા ઇમર્જન્સી મેડિકલ સેવાઓ આપવામાં આવી