ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (12:53 IST)

ગમખ્વાર અકસ્માત 8 લોકોના મોત

odisha news
ઓડિશામાં NH 20 પર મુસાફરોથી ભરેલું વાહન પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
 
મુસાફરોથી ભરેલી વાન પાર્ક કરેલી ટ્રકને ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો. આ અકસ્માત શુક્રવારે (01 ડિસેમ્બર) સવારે થયો હતો. તમામ મૃતકો ગંજમના દિગાપહાંડીના રહેવાસી હતા.
 
પોદામરી ગામના 20 લોકો એક વાનમાં જિલ્લાના મા તારિણી મંદિર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્યનું ઘાટગાંવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. શરૂઆતમાં ઘાયલોને ઘાટગાંવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને કટકની SCB મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાનના ટુકડા થઈ ગયા હતા.