રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 17 નવેમ્બર 2018 (13:42 IST)

સુહાગરાત પર નપુંસક પતિએ પત્ની પાસે મિત્રને મોકલી દીધો, પછી...

લિસાડી ગેટની આશિયાના કોલોનીમાં સનસનીખેજ ઘટના સામે આવી છે. લગ્ન પછી સુહાગરાતે નપુંસક પતિએ પત્નીના રૂમમાં પોતાના મિત્રને મોકલી દીધો. ભેદ ખુલ્યો તો દુલ્હન પર પતિએ મિત્ર સાથે સંબંધ બનાવવાનુ દબાણ કર્યુ. એવુ એટલા માટે જેથી તેના વિશે લોકોને ખબર ન પડે. દુલ્હને વિરોધ કર્યો અને પરિવારના લોકોને માહિતી આપી. ગુરૂવારે દુલ્હનના પિયરના લોકો પહોચ્યા તો પંચાયત બેસી અને કલાકો સુધી વિવાદ ચાલ્યો. છેવટે બે લાખ રૂપિયા અને સામાન પરત કરીને પંચાયતે બંનેના છુટાછેટા કરાવ્યા. 
 
લિસાડી ગેટના વાંસોવાળી ગળી નિવાસી એક યુવતીનો નિકાહ 10 નવેમ્બરના રોજ આશિયાના કોલોનીમાં થયો હતો. યુવકનો પરિવાર ખૂબ શ્રીમંત છે અને એક તેમની એક સ્કુલ પણ છે.  સુહાગરાતના દિવસે નવવધુ પાસે પતિએ એક મિત્રને મોકલી દીધો. આ દરમિયાન નવપરિણિતા સામે તેના પતિનુ રહસ્ય ખુલી ગયુ અને તેણે આ વાતનો વિરોધ કર્યો.  પતિએ પત્ની પર દબાણ બનાવ્યુ કે તે મિત્ર સાથે સંબંધ બનાવી લે. આ દરમિયાન રહસ્ય ખુલ્યુ કે વરરાજા નપુંસક છે. તેની માહિતી નવવધુએ પોતાના પરિજનો સુધી પહોચાડી. ગુરૂવારે સાંજે લગભગ સાત વાગ્યે દુલ્હા અને તેન આ પરિવારના આઠ સભ્યો દુલ્હનને વિદા કરવા વાંસોવાળી ગલી પહોંચ્યા હતા. દુલ્હનના પરિવારના લોકો અને સંબંધીઓએ આ દરમિયાન વરરાજા સહિત પરિવારના અન્ય સભ્યોને બંધક બનાવી લીધા. ત્યારબાદ સમાજના અન્ય લોકોને બોલાવી લીધા અને સમગ્ર મામલો પંચો સામે મુક્યો.