75 વર્ષની વયમાં... આરએસએસ પ્રમુખના નિવેદન પર વિપક્ષનો પીએમ મોદી પર જોરદાર તંજ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સરસંઘચાલક મોહન ભાગવતની 75 વર્ષની વયમાં પદ છોડવાની કથિત ટિપ્પણીએ વિપક્ષી દળોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાની મોટી તક આપી દીધી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પીએમ પર સૌથી તગડો તંજ કસ્યો. તેમણે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યુ કે પીએમ માટે આ કેવા પ્રકારની ઘર વાપસી છે કે વિદેશથી આવતા જ સરસંઘચાલકે તેમને આ વર્ષે 75 વર્ષ થઈ જવાની યાદ અપાવી દીધી.
જયરામ રમેશે પીએમ પર કર્યો કટાક્ષ
જયરામ રમેશે ભાગવતના નિવેદન પર એક્સ પોસ્ટ દ્વારા પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યુ.. બિચારા એવોર્ડજીવી પ્રધાનમંત્રી ! કેવી છે આ ઘરવાપસી ? પરત ફરતા જ સરસંઘચાલકે યાદ અપાવી દીધુ કે 17 સપ્ટેમ્બર 2025 ના રોજ તેઓ 75 વર્ષના થઈ જશે. પરંતુ પ્રધાનમંત્રી પણ સરસંઘચાલકને કહી શકે છે કે તેઓ પણ 11 સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષના થઈ જશે. કોંગ્રેસ મહાસચિવે કટાક્ષ કર્યો, એક તીર બે નિશાન
સિંઘવી એ પીએમ મોદીને અપાવી સિદ્ધાંતની વાત
બીજી બાજુ કોંગ્રેસ એક વધુ વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ પીએમ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, 'પોતાના જીવનમાં તેનો અમલ કર્યા વિના પ્રચાર કરવો હંમેશા ખતરનાક હોય છે. માર્ગદર્શક મંડળને 75 વર્ષની ઉંમરે ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતી તે સિદ્ધાંતવિહીન છે, પરંતુ સ્પષ્ટ સંકેતો છે કે વર્તમાન શાસક પક્ષને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.'
સંજય રાઉતે પણ પીએમ પર નિશાન સાધ્યું
આ દરમિયાન, શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ RSS વડાની ટિપ્પણીના આડમાં વડાપ્રધાન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, 'જ્યારે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને જસવંત સિંહ જેવા નેતાઓ 75 વર્ષના થયા, ત્યારે પીએમ મોદીએ તેમને નિવૃત્તિ લેવા દબાણ કર્યું. ચાલો જોઈએ કે તેઓ આ જ નિયમ પોતાના પર લાગુ કરશે કે નહીં.'
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શુ કહ્યુ છે ?
બુધવારે નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન RSS વડા ભાગવતે 75 વર્ષની ઉંમર પછી નિવૃત્તિ પર ટિપ્પણી કરી હતી. ભાગવતે સંઘના વિચારધારક મોરોપંત પિંગલેની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે 75 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર તમારા પર શાલ પહેરાવવામાં આવે છે, તો તેનો અર્થ એ થાય કે તમે ચોક્કસ ઉંમરે પહોંચી ગયા છો, હવે તમારે બાજુ પર હટી જવું જોઈએ અને બીજાને કામ કરવા દેવું જોઈએ.
મોહન ભાગવત RSSના વિચારધારા મોરોપંત પિંગલેને સમર્પિત પુસ્તકના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા. RSSના વડાએ કહ્યું કે મોરોપંત પિંગલે રાષ્ટ્રની સેવા માટે સમર્પિત હતા, છતાં તેમનું માનવું હતું કે ઉંમર વધતાં જ વ્યક્તિએ ગૌરવ સાથે નિવૃત્તિ લેવી જોઈએ.