શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 17 માર્ચ 2021 (19:10 IST)

મોઢા પર ઓક્સિજન માસ્ક અને બંને હાથ બંધાયેલા, વોર્ડબોયે આખી રાત કરતો રહ્યો અશ્લીલતા

રાજસ્થાનમાં છેલ્લા 10 દિવસમાં દુષ્કર્મ અને છેડછાડની અનેક ઘટનાઓ બની છે.  જયપુરના એક મોટા પ્રાઈવેટ હોસ્પિટલમાં મહિલા સાથે છેડછાડની આ ઘટનાથી તમારા રૂંવાટા ઉભા થઈ જશે કે માણસ કેટલો વિકૃત થઈ શકે છે કે તેની અંદર માનવતા જ મરી જાય છે. 
 
જયપુરના વૈશાલીનગરના ચિત્રકૂત જેવી પૉશ કોલોનીના સૈલબી હોસ્પિટલમાં એક મહિલાનુ ઓપરેશન થયુ હતુ.  મોઢા પર ઓક્સીજન માસ્ક લાગેલો હતો અને બંને હાથ બાંધેલા હતા. 
 
જેનો ફાયદો ઉઠાવીને રાતની ડ્યુટી પર આવેલ વોર્ડબોય રાખી રાત એ મહિલા સાથે ખોટી હરકતો કરતો રહ્યો. મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તે જુદા જુદા સ્થાન પર હાથ નાખતો રહ્યો. મહિલા પોતાની રીતે વિરોધ કરતી રહી... મહિલા આખી રાત રડતી રહી પણ છતા હૈવાન બનેલો વોર્ડબોયને જરાપણ દયા ન આવી. 
 
સવારે જ્યારે તેનો પતિ હોસ્પિટલમાં આવ્યો તો તેને બતાવવાની કોશિશ કરી તો નર્સિગ કર્મચારી તેને ધમકાવવા લાગ્યો. ત્યારબાદ મહિલાએ ઈશારાથી પતિ પાસે કાગળ અને કલમ માંગી અને બધી વાત લખી બતાવી. 
 
મહિલાનુ સોમવારે જ ઓપરેશન થયુ હતુ અને તેને  ICU માં શિફ્ટ કરવામાં આવી હતી. પતિ અને બાળકોને હોસ્પિટલના નિયમો હેઠળ તેની સાથે ન રહેવા દીધા તો તેઓ ઘરે જતા રહ્યા. પોલીસની આ ફરિયાદ પછી આરોપી વોર્ડબોય ખુશી રામને તેના આગરા રોડ પરના ઘરેથી ધરપકડ કરવામાં આવ્યો છે અને આખો મામલાની તપાસ કરવામાં આવી રહી છે.