1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 એપ્રિલ 2025 (12:56 IST)

Pahalgam Attack પર મોટો હુમલો, પાકિસ્તાની સેના સાથે જોડાયેલ છે આતંકીના તાર, હુમલા કરનાર હતો SSG કમાંડો

Pahalgam attack
Pahalgam attack
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી  હુમલાની તપાસ ચાલુ છે. પહેલગામ અટેક પછીથી પાકિસ્તાન અને ભારતમાં તનાવ ચરમ પર છે.  આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે હુમલામાં સામેલ એક આતંકવાદીના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે.  
 
હાલ ભારતીય સેના કે સરકાર તરફથી તેને લઈને સત્તાવર રૂપે કોઈ માહિતી સામે આવી છે. ત્રણ આતંકવાદીઓના સ્કેચ સ્સામે આવ્યા હતા.  પહેલગામ નરસંહારમાં સામેલ રહેલા એક આતંકવાદીની ઓળખ હાશિમ મુસાના રૂપમાં થઈ છે.  
 
પાકિસ્તાની સેનાનો સ્પેશલ ફોર્સેજનો પૂર્વ પૈરા કમાંડો 
ટીઓઆઈની રિપોર્ટ મુજબ મૂસા પાકિસ્તાની સેનાના સ્પેશલ ફોર્સેજનો પૂર્વ પરા કમાંડો છે. મૂસા હવે લશ્કરની સાથે કામ કરી રહ્યો છે અને તેને જમ્મુ અને કાશ્મીરમા બિન સ્થાનીક અને સુરક્ષાબળ વચ્ચે ભય ફેલવવાના ઈરાદે મોકલવામાં આવ્યો હતો.   
 
લશ્કર સાથે કરી રહ્યો છે કામ 
એક અધિકારીએ તેને લઈને બતાવ્યુ કે પાકિસ્તાની સ્પેશલ ફોર્સેજની તરફથી લશ્કરને લોન આપવામાં આવી છે.  હાશિમ મૂસા જે હવે લશ્કર એ તૈયબ સાથે કામ કરી રહ્યો છે.  તેને જમ્મુ અને કાશ્મીર મોકલતા પહેલા પાકિસ્તાનન આ સ્પેશ સર્વિસ ગ્રુપ (SSG)દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યો છે.  શોધ કર્તાઓનુ કહેવુ છે કે મૂસાને ભારતીય અને વિદેશી પર્યટકો સાથે સુરક્ષા કર્મચારીઓ સહિત જે લોકો કાશ્મીરી નથી તેમને નિશાન બનાવાનુ કામ સોંપ્ય હતુ.