રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 30 જાન્યુઆરી 2023 (15:04 IST)

Pakistan: બસના અકસ્માતમાં 39 લોકોના મોત

Pakistan: બસના અકસ્માતમાં 39 લોકોના મોત 
 
પાકિસ્તાનના લાસબેલામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. રવિવારે (29 જાન્યુઆરી) બલૂચિસ્તાનમાં મુસાફરોથી ભરેલું એક વાહન ઊંડા નાળામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 39 મુસાફરોના મોત થયા છે. રાહત અને બચાવ માટે પોલીસ અને રાહતકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
 
Balochistan પેસેન્જર બસ ખાઈમાં પડી
પાકિસ્તાનના લાસબેલામાં મુસાફરોથી ભરેલી એક ઝડપી બસ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 39 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો ભયાનક હતો કે બસ નાળામાં પડતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. બસ કરાચીથી ક્વેટા જઈ રહી હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.