બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (13:38 IST)

Video Shark Attack In Maharashtra: નદીમાં માછલી પકડવા ગયેલા યુવક પર ખૂની શાર્ક એ કર્યો એટેક, પગ ગુમાવવો પડ્યો

palghar shark attack
palghar shark attack
હાઈલાઈટ્સ 
- મહારાષ્ટ્રમાં પાલઘર જીલ્લાના મનોર વિસ્તારની ઘટના 
- વૈતરણા નદીમાં માછીમાર યુવકનો પગ વુલ શાર્કે કરડી ખાધો 
- ગંભીર હોવાને કારણે તેને સિલવાસામાં વિનોબા ભાવે હોસ્પિટલમાં દાખલ કર્યો 
 
 
 મુંબઈ/પાલઘર. મહારાષ્ટ્રમાં પાલઘર જીલ્લાના મનોરમાં આશ્ચર્ય ચક્તિ કરનારી ઘટના સામે આવી. નદીમાં માછલી પકડવ આ ગયેલા એક આદિવાસી વ્યક્તિ પર વિશાળકાય શાર્કે હુમલો કર્યો. શાર્કે તેના પગનો નીચલો ભાગ પકડી લીધ અને કરડી ખાધો. આ હુમલામાં યુવક ગંભીર રૂપે ઘાયલ થયો.  તેના મિત્રોએ જેમ તેમ કરીને તેનો જીવ બચાવ્યો અને તરત જ તેને હોસ્પિટલ પહોચાડ્યો. જ્યા ડોક્ટરોએ કહ્યુ કે તેનો પગ કાપવો પડી શકે છે.  બીજી બાજુ સ્થાનીક લોક્કોએ હુમલો કરનારી શાર્કને પકડીને મારી નાખી. જ્યારે કે પોલીસનુ કહેવુ છે કે બચાવ અભિયાન દરમિયાન શાર્કનુ મોત થયુ. એવુ કહેવાય છે કે આ મહારાષ્ટ્રમાં કોઈ માણસ પર પહેલો ઉશ્કેર્યા વગરનો શાર્ક હુમલો છે. 

 
 મળતી માહિતી મુજબ આદિવાસી ગામનો રહેનારો વિક્કી ગોવારી (32) મંગળવારે સાંજે મનોર સ્થિત સાઈલેંટ રિસોર્ટ પાસે વૈતરણા નદીમાં માછલી પકડવા ગયો હતો.  જ્યા તે નદીમાં ઉતર્યો અને તેના પગના નીચલો ભાગ શાર્કે પકડી લીધો.  આ દરમિયાન શાર્કે તેના ડાબા પગના પિંડલી અને પગની ઘૂંટીનો મોટાભાગનો ભાગ કરડી ખાધો. તેની બૂમોથી સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેણે જોયું કે ગોવારીને લોહી વહી રહ્યું હતું.
 
શિકારી શાર્કને મારી નાખી 
આ દરમિયાન લોકોએ તરત જ તેને શાર્કના પંજામાંથી છોડાવ્યો અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. બાકીના લોકોએ શિકારી શાર્કને પકડી લીધી અને તેને મારી નાખી.  સ્થાનિક લોકો તરફથી શાર્કને કિનારા પર દોરડા વડે પકડી રાખી અને તેના પેટની નીચે લોહીના ડાઘા દેખાતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.