મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (13:24 IST)

સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનુ નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, પં હરિપ્રસાદ ચૌરસિયા સાથે ચાંદની અને લમ્હે ફિલ્મમાં આપ્યુ હતુ સંગીત

shiv kumar sharma
જાણીતા સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનુ આજે મુંબઈમાં કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થઈ ગયુ છે. પંડિત શિવ કુમારની વય 84 વર્ષની હતી અને તેઓ કિડની રિલેટેદ બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેઓ છેલ્લા છ મહિનાથી ડાયાલિસિસ પર હતા. 

 
શિવ-હરિની જોડીની સફરયાત્રા 
 
સંતૂરવાદક પં શિવકુમાર શર્મા અને વાંસળીવાદક પં. હરિપ્રસાદ ચૌરસિયા બંને પોતાની જુગલબંદી માટે પ્રસિદ્ધ હતા. 1967માં પહેલીવાર બંનેયે શિવ-હરિ ના નામથી એક ક્લાસિકલ એલબમ તૈયાર કર્યો. એલબમનુ નામ હતુ કૉલ ઓફ ધ વૈલી. ત્યારબાદ તેમણે અનેક મ્યુઝિક એલબમ સાથે કર્ય્હા. શિવ-હરિની જોડીને ફિલ્મોમાં પહેલો બ્રેક યશ ચોપડાએ આપ્યો. 1981માં આવેલી ફિલ્મ સિલસિલામાં શિવ-હરિની જોડીએ સંગીત આપ્યુ હતુ. યશ ચોપડાની ચાર ફિલ્મો સહિત્બંનેને કુલ આઠ ફિલ્મોમા સંગીત આપ્યુ. 
 
 
સિલસિલા (1981)
 
ફાસલે (1985)
 
વિજય (1988)
 
ચાંદની (1989)
 
લમ્હે (1991)
 
પરંપરા (1993)
 
સાહિબાન (1993)
 
ભય (1993)