શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 6 નવેમ્બર 2021 (12:56 IST)

30 નવેમ્બર પછી ગરીબોને નિઃશુલ્ક રાશન નહીં મળે, PM ગરીબ કલ્યાણ યોજનાનો સમય નહીં વધે

વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY) અંતર્ગત ગરીબોને નવેમ્બર પછી નિઃશુલ્ક રાશન મળવું મુશ્કેલ બની જશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે કહ્યું કે આ સ્કીમ અંતર્ગત નવેમ્બર પછી ગરીબોને રાશન આપવાનો હાલ કોઈ જ પ્રસ્તાવ નથી.
 
PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 2020 માર્ચમાં શરૂ કરાઈ હતી. શરૂઆતમાં આ યોજના એપ્રિલથી જૂન 2020 સુધી માટે હતી. જે બાદ તેને વધારવામાં આવી અને નવેમ્બર 2021 સુધી તેને લાગુ કરવામાં આવી. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં કે ચોખાની સાથે એક કિલો ચણા દર મહિને આપવામાં આવે છે