મંગળવાર, 5 ઑગસ્ટ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 17 નવેમ્બર 2024 (10:50 IST)

PM મોદી નાઈજીરિયા પહોંચ્યા, 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત

narendra modi
ચીન અને નેધરલેન્ડ પછી નાઈજીરિયા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. નાઈજીરીયામાં ઘણા ગુજરાતી અને સિંધી પરિવારો સ્થાયી થયા છે. નાઈજીરીયામાં તેલ અને ગેસનો વિશાળ ભંડાર છે, જેના કારણે નાઈજીરીયા આફ્રિકાના મહત્વના દેશોમાંથી એક છે.
 
ભારતની ઉર્જા જરૂરિયાતો માટે નાઈજીરીયા પણ મહત્વનું છે. ભારતે નાઈજીરીયાના ઉર્જા, ખાણકામ, ફાર્માસ્યુટિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે અને લગભગ 150 ભારતીય કંપનીઓ નાઈજીરીયામાં કામ કરી રહી છે, જેનું લગભગ $27 બિલિયનનું રોકાણ છે.
 
તેમની મુલાકાતના ત્રીજા અને અંતિમ તબક્કામાં, મોદી રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર 19 થી 21 નવેમ્બર સુધી ગયાનાની મુલાકાત લેશે. 50થી વધુ વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે.


/div>