મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 3 નવેમ્બર 2023 (12:45 IST)

PM મોદી આજે કરશે વર્લ્ડ ફૂડ ઈન્ડિયાનું ઉદ્ઘાટન, 80 દેશોમાંથી આવશે મહેમાનો

World Food India today
PM મોદી આજે કરશે વર્લ્ડ ફૂડ ઈન્ડિયાનું ઉદ્ઘાટન- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે મુખ્ય ખાદ્ય કાર્યક્રમ 'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023'ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.
 
PM મોદી સ્વસહાય જૂથોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એક લાખથી વધુ SHG સભ્યોને બીજ મૂડી સહાય પણ આપશે. પીએમ મોદી દ્વારા આપવામાં આવેલી આ સહાયથી એસએચજીને બહેતર પેકેજિંગ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો દ્વારા બજારમાં વધુ સારી કિંમતો મેળવવામાં મદદ મળશે.

જેમાં પ્રાદેશિક ભોજન અને રોયલ ફૂડનો વારસો બતાવવામાં આવશે. 200 થી વધુ શેફ તેમાં ભાગ લેશે અને પરંપરાગત ભારતીય વાનગીઓ રજૂ કરશે, જે લોકોને શ્રેષ્ઠ રાંધણ કળાનો અનુભવ આપશે.