રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 18 મે 2024 (16:23 IST)

સ્વાતિ સાથે મારામારીના આરોપી બિભવ કુમારની પોલીસે કરી ધરપકડ, મેડિકલ રિપોર્ટમાં માલીવાલને મારવાના નિશાન

swati maliwal
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પર્સનલ સચિવ બિભવ કુમારને દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. આમ આદમી પાર્ટી ની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી કેજરીવાલના પર્સનલ સચિવ બિભવ કુમાર દ્વારા મારપીટ કરવાની ફરિયાદ કરી હતી.  જ્યારબાદ 16 મે ની રાત્રે સ્વાતિ માલીવાલની તપાસ પછી મેડિકો-લીગર કેસ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.  તપાસ એમ્સ દિલ્હીના જય પ્રકાશ નારાયણ અપેક્સ ટ્રોમા સેંટરમાં કરવામાં આવી હતી.  હવે મેડિકલ રિપોર્ટ આવી ગઈ છે.  એમએલસી રિપોર્ટ ના મુજબ તેના ડાબા પગ અને જમણા હાથના ગાલ પર વાગવાના નિશાન છે. 
 
ડાબા પગ જમણી આંખ નીચે અને જમણા ગાલ પર  નિશાન 
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સ્વાતિ માલીવાલને ડાબા પગ પર 3×2 સેંટીમીટર આકારમાં વાગ્યુ હતુ. જમણી આંખ નીચે જમણા ગાલ પર  2×2 સેંટીમીટર આકારની એક વધુ નિશાન હતુ.  ફરિયાદમાં માલીવાલે આરોપ લગાવ્યો કે કેજરીવાલના પર્સનલ સચિવ બિભવ કુમારે તેમને ઓછામાં ઓછા સાતથી આઠ વાર થપ્પડ મારી.  એ બૂમો પાડતી રહી અને તેણે નિર્દયતાથી ઢસડી સાથે જ તેની ચેસ્ટ પેટ અને  pelvis એરિયા પર લાગો મારી. 
 
FIR મા નોંધાયેલ ફરિયાદમાં શુ શુ બતાવ્યુ  
દિલ્હી પોલીસમાં નોંધાયેલી અનેક એફઆઈઆર મુજબ, માલીવાલે 13 મેની ઘટનાઓ વર્ણવી હતી, જ્યારે તે મુખ્યમંત્રી કેજરીવાલના સિવિલ લાઈન્સ આવાસ પર ગઈ હતી. એફઆઈઆરમાં લખ્યું છે કે, હું કેમ્પ ઓફિસની અંદર ગઈ અને સીએમના પીએસ બિભવ કુમારને ફોન કર્યો પરંતુ અંદર જઈ શકી નહીં. ત્યારબાદ મેં તેના મોબાઈલ નંબર પર મેસેજ (વોટ્સએપ દ્વારા) મોકલ્યો. કોઈ પ્રતિક્રિયા ન હતી. ત્યારપછી હું રહેણાંક વિસ્તારમાં ગઈ  હતો અને બિભવ કુમાર ત્યાં હાજર ન હોવાથી હું રહેણાંક વિસ્તારમાં ગઈ હતી અને ત્યાં હાજર સ્ટાફને અહીં સીએમને મળવાનું કહ્યું હતું.  માલીવાલે કહ્યું, મને કહેવામાં આવ્યું કે તે ઘરમાં હાજર છે. મને ડ્રોઈંગ રૂમમાં રાહ જોવાનું કહેવામાં આવ્યું. હું ડ્રોઈંગ રૂમમાં ગઈ  અને સોફા પર બેસીને તેમને મળવાની રાહ જોવા લાગી.