શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (16:33 IST)

ભારતમાં ઘટી રહી છે હિંદુ વસ્તી, વધી રહ્યા છે અલ્પસંખ્યક - કિરણ રિજિજૂ

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ ભારતમાં હિન્દુ વસ્તીના ઘટવાની વાત કરી છે. તેમણે કહ્યુ કે ભારતમાં હિન્દુ વસ્તીમાં કમી આવી રહી છે. જ્યારે કે અલ્પસંખ્યકોની જનસંખ્યા વધી રહી છે.  
 
રિજિજૂએ કર્યુ ટ્વીટ 
 
સોમવારે રિજિજૂએ પોતાના ટ્વીટમાં લખ્યુ, 'હિન્દુ વસ્તી ભારતમાં ઘટી રહી છે. કારણ કે હિન્દુ ક્યારેય ધર્મ પરિવર્તન કરતા નથી જ્યારે કે અલ્પસંખ્યકોની જનસંખ્યામાં આસપાસના દેશોના મુકાબલે વધારો થઈ રહ્યો છે. રિજિજૂએ અરુણાચલ પ્રદેશને લઈને કોંગ્રેસના હવાલાથી છપાયેલ સમાચાર પર પ્રતિક્રિયા આપતા આ ટ્વીટ કર્યુ. 
 
 
કેમ કર્યુ ટવીટ ? 
 

રિજિજૂઈ ટ્વીટમાં એક સમાચારનું સ્ક્રીનશોટ લગાવ્યુ છે.  જેમા કોંગ્રેસના હવાલાથી સમાચાર લખ્યા છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર અરુણાચલ પ્રદેશને હિન્દુ બહુલ રાજ્યમાં બદલવાની કોશિશ કરી રહી છે. રિજિજૂએ એ પણ કહ્યુ કે કોંગ્રેસે આ પ્રકારના ભડકાઉ નિવેદન ન આપવા જોઈએ.  તેમણે લખ્યુ - ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને અહી બધા ધાર્મિક સમૂહોને સ્વતંત્રતા પ્રાપ્ત છે અને તે શાંતિ સાથે અહી રહે છે. 
 
ટ્વીટ પર રિજિજૂની સફાઈ 
 
રિજિજુએ પોતાના ટ્વીટ પર સફાઈ આપતા કહ્યુ - કોંગ્રેસ પાર્ટીએ મતલબ વગર એક નિવેદન આપ્યુ છે કે અરુણાચલ પ્રદેશને મોદીજી હિન્દુ રાજ્ય બનાવવા જઈ રહ્યા છે. રિજિજુએ કહ્યુ કે જે પણ પડોશી દેશમાં અલ્પસંખ્યક છે તે ત્યા પણ સુરક્ષિત નથી પણ ભારતમાં તેઓ સેફ છે.