1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (09:27 IST)

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ૭૦૬૬ ચોરસ મીટરના ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કરશે

Prime Minister Narendra Modi
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી આજે સોમવારે તારીખ ૨ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ના પર્વે નવી દિલ્હીમાં ૭૦૬૬ ચોરસ મીટર ના વિશાળ વિસ્તાર માં આકાર પામેલા ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કરશે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ મંત્રીઓ મહાનુભાવો અને આમંત્રિતો  સાંજે ૭ કલાકે પ્રધામંત્રીશ્રી ના હસ્તે થનારા  આ ઉદઘાટન વેળા એ  ઉપસ્થિત રહેવાના છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીના પ્રવર્તમાન ગુજરાત ભવન ઉપરાંત એક વધારાના ભવન ની જરૂરિયાત જણાતા રાજ્ય સરકાર ની માંગ મુજબ ભારત સરકારે ૨૫ બી અકબર રોડ પર ૭૦૬૬ ચો. મીટર જમીન   આ ભવન માટે ફાળવી આપી હતી
આ જમીન ઉપર ગરવી ગુજરાત ભવન બે જ વર્ષ ના ટૂંકા સમય ગાળામાં નિર્માણ પામ્યું છે
આ નવું ભવન પ્રધામંત્રીશ્રી ની સંકલ્પના મુજબ ગુજરાત ની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારું બનાવવામાં આવેલું છે
ગરવી ગુજરાત ભવન  નવી દિલ્હીમાં ગુજરાતીઓ ને માત્ર આવાસ સુવિધા  જ નહિ સાથોસાથ ગૂજરાત ના પારંપરિક હસ્ત કલા કારીગીરી કસબ ની વસ્તુઓનું પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન  અને ઔદ્યોગિક રોકાણ માટે નું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે
દિલ્હી વાસીઓ આ ગરવી ગૂજરાત ભવન માં ગુજરાતી ખાન પાન વ્યંજન નો આસ્વાદ પણ માણી શકશે તેવું અદ્યતન સુવિધા સભર આ ગરવી ગૂજરાત ભવન બનવાનું છે