બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (18:23 IST)

Lok Sabha Election 2024: રાહુલ ગાંધી અમેઠીથી લડશે લોકસભા ચૂંટણી, યૂપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયનુ એલાન

rahul gandhi
UP News: લોકસભા ચૂંટણી 2024ને લઈને બધા દળ તૈયારીમાં લાગી ગયા છે. આ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે.  યૂપી કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કહ્યુ છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે.  આ સાથે જ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યુ કે રાહુલ ગાંધી અમેઠીથી જ ચૂંટણી લડશે જ્યારે કે પ્રિયંકા ગાંધીની ઈચ્છા જ્યાથી ચૂંટણી લડવાની હશે ત્યાથી લડશે. પ્રિયંકા જી ચાહે તો વારાણસીથી ચૂંટણી લડી શકે છે. અમારો એક એક કાર્યકર્તા તેમને માટે તનતોડ મહેનત કરશે. આ દરમિયાન અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર હુમલો બોલ્યો, તેમણે કહ્યુ કે તેઓ 13 રૂપિયા કિલો ખાંડ અપાવી રહી હતી હવે ક્યા છે.  
 
તમને જણાવી દઈએ કે અમેઠી કોંગ્રેસની સીટ હતી, પરંતુ વર્ષ 2019ની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડીને આ સીટ છીનવી લીધી હતી.   અમેઠી લોકસભા સીટ પરથી રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા. અમેઠી લોકસભા બેઠક કોંગ્રેસની પારિવારિક બેઠક રહી છે. સંજય ગાંધી, પૂર્વ પીએમ રાજીવ ગાંધી, સોનિયા ગાંધી પણ આ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધી અમેઠી લોકસભા સીટથી સતત ત્રણ વખત સાંસદ પણ રહી ચુક્યા છે.
 
ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઈએ કે હાલમાં રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી સંસદસભ્ય છે, રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં સીપીઆઈના પીપી સુનીરને લાખો મતોના અંતરથી હરાવ્યા હતા. હવે યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયના નિવેદનથી ચર્ચા તેજ થઈ ગઈ છે કે રાહુલ ગાંધી અમેઠીમાં ફરી ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. તાજેતરમાં મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં તેમને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી ત્યારબાદ તેમના સાંસદને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.