દિલ્હી - NCRમાં ધુમ્મસનો માર , 81 ટ્રેન મોડી, ફ્લાઈટ્સ પર પણ અસર

બુધવાર, 7 ડિસેમ્બર 2016 (10:23 IST)

Widgets Magazine
delhi fog


દિલ્હી - NCRના મોટાભાગના ક્ષેત્રોમાં બુધવારે સવારે ધુમ્મસને  કારણે વિજિબિલિટી 50 મીટરથી નીચે જતી રહી છે. ટ્રેન અને રેલ સેવાઓ ધુમ્મસને કારણે ખરાબ રીતે પ્રભાવિત થઈછે. દિલ્હી આવતી 81 ટ્રેનો મોડી થઈ છે. જ્યાર કે દિલ્હીથી નીકળનારી 16 ટ્રેનોના સમય પર અસર પડી  છે. . 3 ટ્રેન કેંસલ કરવી પડી છે. 

 
ઓછી વિજિબિલિટીથી વિમાન સેવાને અસર 
 
હજુ 72 કલાક સુધી ધુમ્મસ છવાય રહે તેવી શકયતા છે. ધુમ્મસને કારણે બરેલી, લખનૌ, વારાણસી અને પંજાબના અમૃતસરમાં દ્રશ્યતા 25 મીટરથી નીચે પહોંચી ગઇ છે અનેક સ્થળે સુર્યનારાયણના દર્શન પણ નથી થયા. મેરઠ, સુલતાનપુર, ફુરસતગંજમાં દ્રશ્યતા 50 મીટર તો લુધીયાણા, પતિયાલા, આગ્રા અને નવી દિલ્હીમાં 500 મીટર આસપાસ રહી છે. કાતિલ ઠંડી અને ધુમ્મસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. દિલ્હીમાં ભારે ધુમ્મસ છવાયુ છે. આગામી દિવસોમાં રાહત મળે તેવી શકયતા નથી.
 
 મળતા અહેવાલો મુજબ ખરાબ વિઝીબીલીટીને કારણે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર આઠ ઇન્ટરનેશનલ ફલાઇટ લેઇટ થઇ છે તો ત્રણ ફલાઇટને ડાયવર્ટ કરવામાં આવેલ છે. જયારે પાંચ ડોમેસ્ટીક ફલાઇટ પણ લેઇટ થઇ છે. ધુમ્મસને કારણે 81 ટ્રેનો લેઇટ ચાલી રહી છે અને ત્રણ ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવેલ છે. અનેક ટ્રેનો 3 થી 7-8  કલાક મોડી દોડી રહી છે. હવામાન ખાતુ કહે છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 12 મી સુધી ધુમ્મસ રહેશે. 16 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે.
 
મૌસમ વિભાગે અલર્ટ જાહેર કર્યુ
 
મૌસમ વિભાગ મુજબ આવું પૂર્વાનુમાન છે કે આવતા 3 એટલે કે 8 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી દિલ્હી  એનસીઆર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય અને મણિપુરમાં ઘણી જગ્યાએ વધુ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. આ કારણે મૌસમ વિભાગે સ્થાનીય પ્રશાસનને સચેત કરી દીધું છે.  લોકોને સલાહ આપી છે કે જરૂરી ન હોય તો સફર કરવા ન નીકળવુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પશ્ચિમ બંગાળમાં કેપિટલ એક્સપ્રેસના બે કોચ પાટાથી ઉતર્યા , 2 લોકોની મૌત , 12 ઘાયલ

પટનાથી ગુવાહતટી જતી રહી કેપિટલ એક્સપ્રેસના બે કોચ ગઈ રાતે પશ્ચિમ બંગાળમાં પટરીથી ઉતરી ગયા ...

news

જયલલિતાના પાર્થિવ શરીરને રાજકીય સમ્માન સાથે MGRની સમાધિ પાસે દફન કરવામાં આવ્યો

થોડા મહિનાથી બીમાર ચાલી રહેલ જયલલિતાનુ સોમવારે મોડી રાત્રે અપોલો હોસ્પિટલમાં નિધન. શુ ...

news

ગુજરાત મુલાકાત વખતે જયલલિતા માટે સ્પેશિયલ 8 લાખની ખુરશી બનાવાઈ હતી.

તમિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા સાથે ભાજપ અને NDAને દુશ્મનાવટ હતી, પરંતુ નરેન્દ્ર મોદી ...

news

સરકાર શાંતિ ના આંદોલનને સ્વકારવા તૈયાર નથી ત્યારે હવે અમે તીર કામઠા લઇ નીકળીશુ

કેવડિયામાં 143 દિવસથી ઉપવાસ પર બેઠેલા 70 વર્ષીય ડેમ અસરગ્રસ્તનું રવિવારે મોત થતા સાંજે ...

Widgets Magazine