Rajasthan: 70 વર્ષની મહિલાએ આપ્યો બાળકને જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘર આંગણમાં ગુંજી કિલકારી
રાજસ્થાનના અલવર જિલ્લામાં 70 વર્ષની એક મહિલાએ બાળક(Child)ને જન્મ આપ્યો છે. મહિલાના પતિની ઉંમર 75 વર્ષ છે. આ કપલના લગ્ન લગભગ 54 વર્ષ પહેલા થયા હતા. પરંતુ તેમના ઘરઆંગણમાં કિલકારી ગુંજી નહોતી. હવે આઈવીએફ ટેકનીકથી(IVF Technique), જ્યારે પુત્રના રડવાનો અવાજથી તેમનુ આંગણ ગુંજી ઉઠ્યું, ત્યારે દંપતીની ખુશીની કોઈ સીમા ન રહી. જો કે ડોકટરોના જણાવ્યા મુજબ, આ ઉંમરે મહિલાના ગર્ભવતી થવાના કારણે ઘણી આશંકાઓ હતી, પરંતુ અંતે બધું બરાબર થઈ ગયું.
અલવરમાં ઈન્ડો આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના વૈજ્ઞાનિક ડાયરેક્ટર અને એમ્બ્રોલોજિસ્ટ ડૉ. પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ચંદ્રાવતી અને ગોપી સિંહ દંપતી ઝુંઝુનુ જિલ્લાના સિંઘના ગામના રહેવાસી છે. ચંદ્રાવતીની ઉંમર લગભગ 70 અને ગોપી સિંહની ઉંમર 75 વર્ષની છે. લગ્ન બાદ સંતાન ન થવાથી નાખુશ આ દંપતિએ ઘણી જગ્યાએ સારવાર કરાવી પરંતુ ખુશી તેમના નસીબમાં આવી નહોતી.
અનેક પ્રકારની આશંકાઓ ઘેરાયેલી હતી
લગભગ દોઢ બે વર્ષ પહેલા આ પોતાના સંબંધીના મારફતે અહી આવ્યા. ત્યારબાદ અહી ઈલાજ ચાલુ કરવામાં આવ્યો હતો. ચંદ્રાવતી દેવી 9 મહિના પહેલા આઈવીએફ પ્રક્રિયાથી ત્રીજા પ્રયાસમાં ગર્ભવતી થઈ શકી હતી. એ સમ યે ખુશી પણ થઈ હતી. પણ શંકા એ હતીકે આટલી વધુ વયમાં પ્રેગનેંસીના પુરા 9 મહિના સુધી કૈરી કરવી અને પછી ત્યારબાદ સફળ ડિલીવરી થઈ શકશે કે નહી. પરંતુ છેવટે ગયા સોમવારે આ બધુ જ શક્ય બન્યુ અને બાળક સ્વસ્થ છે.