1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (17:19 IST)

પુલવામા હુમલા પર PM મોદીની ચેતાવણી, કહ્યુ - આ વખતે પૂરો હિસાબ થશે

modi in rajsthan
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ટૉક જીલ્લાથી રાજસ્થાનમાં પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરતા કહ્યુ કે સમગ્ર વિશ્વએ પુલવામાં હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે આજે ભારતની સાથે આખુ વિશ્વ ઉભુ છે. તેમણે કહ્યુ કે આતંકની દુકાન પર તાળુ લગાવવુ ખૂબ જરૂરી છે. તેમણે કહ્યુ કે આ વખતે પૂરો હિસાબ લેવામાં આવશે. 
 
મોદીએ આ દરમિયાન કાશ્મીરમાં આતંકવાદ અને ઈમરાન ખાનની વાદાખિલાફીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ અમારી લડાઈ કાશ્મીરીઓ વિરુદ્ધ નથી. કાશ્મીર માટે છે.  માનવતા માટે છે. તેમણે કહ્યુ, પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે ગરીબી સામે લડવાને લઈને વાત થઈ હતી. ત્યારે તેમણે કહ્યુ હતુ કે પઠાન કા બચ્ચા હુ.  હવે જોઉ છુ કે તેઓ કેટલા ખરા ઉતરે છે. 
 
ઉલ્લેખનીય છે કે અલવર અને અજમેર બે લોકસભા સીટો માટે પેટાચૂંટણીમાં બીજેપીની કરારી હાર મળી હતી. તેથી પીએમ મોદીએ આ વખતે ચૂંટણી અભિયાન માટે પીસીસી ચીફ અને પ્રદેશના ઉપમુખ્યમંત્રી સચિન પાટલોટના ક્ષેત્ર ટૉક માટે પસંદ કર્યા છે.