સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (10:44 IST)

રાજસ્થાનમાં દરિંદગી- 9માની વિદ્યાર્થીના શાળાના જ બે વિદ્યાર્થીઓ કર્યુ સામૂહિક દુષ્કર્મ, બેહોશીની હાલતમાં ઘરની સામે છોડયું

crime news in gujarati
રાજસ્થાનના ડુંગરપુરમાં એક સગીર વિદ્યાર્થીનો તેણીની પોતાની શાળાના બે છોકરાઓ દ્વારા કથિત રીતે અપહરણ અને સામૂહિક બળાત્કાર કર્યો. હાલત વધુ બગડતાં યુવતીને તેના ઘર આગળ બેભાન અવસ્થામાં છોડીને ભાગી ગયા. પીડિતા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. ડેપ્યુટી એસપી રાકેશ કુમાર શર્માએ બુધવારે આ જાણકારી આપી. શર્માએ જણાવ્યું હતું કે સામૂહિક બળાત્કારની ઘટના મંગળવારે બિછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધવામાં આવી હતી. આ ઘટના સોમવારે બની હતી જ્યારે ધોરણ 9 ની સગીરનું તેની જ શાળાના બે છોકરાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ તેને જંગલમાં લઈ ગયા અને પછી બંને છોકરાઓએ તેના પર કથિત રીતે સામૂહિક બળાત્કાર કર્યો.