રામનાથ કોવિંદ - દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે કોવિંદ, 66% મળ્યા વોટ

નવી દિલ્હી, ગુરુવાર, 20 જુલાઈ 2017 (17:35 IST)

Widgets Magazine

. દેશના આગામી રાષ્ટ્રપતિ હશે. રામનાથ કોવિંદે યૂપીએની પ્રત્યાશી મીરા કુમારને લગભગ 3 લાખ 34 હજાર વોટોના અંતરથી હરાવ્યુ. કોવિંદને 65.65 ટકા વોટ મળ્યા છે. જ્યારે કે મીરા કુમારને 35.34 ટકા વોટ મળ્યા. કોવિંદ દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે. 
 
રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી રામનાથ કોવિંદ મીડિયા સામે હાજર થયા. કોવિંદે જીત પછી કહ્યુ કે આ મારા માટે ભાવુક ક્ષણ છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્ર્પતિ બનવુ મારુ લક્ષ્ય નહોતુ. કોવિંદે યૂપીએ ઉમેદવાર મીરા કુમારને શુભેચ્છાઓ પણ આપી છે. 
 
આ પહેલા રિટર્નિંગ ઓફિસર અનૂપ મિશ્રાએ રામનાથ કોવિંદની જીતનુ ઔપચારિક એલાન કર્યુ. તેમણે જણાવ્યુ કે રામનાથ કોવિંદને 
7,02,044 વોટ મળ્યા છે. જ્યારે કે મીરા કુમારને કુલ 3,67,314 વોટ મળ્યા છે. 
 
કોવિંદને જીતની શુભેચ્છા 
 
કોવિંદની જીતના એલાન પછી તેને શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ છે. સત્તાપક્ષથી લઈને વિરોધી દળોના નેતાઓએ શુભેચ્છા સંદેશ મોકલ્યા. પીએમ મોદી અમિત શાહ સહિત તમામ નેતાઓએ કોવિંદને જીતની શુભેચ્છા આપી. 
 
મમતાએ જીતવાના પહેલા જ શુભેચ્છા આપી 
 
ચૂંટણીના પરિણામ આવતા પહેલા જ ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદને શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કર્યુ રામનાથ કોવિંદજીને શુભેચ્છા.. તેઓ આપણા આગામી રાષ્ટ્રપતિ બનશે. 
 
 એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદને આગામી રાષ્ટ્રપતિ તરીકે પહેલાથી જ નક્કી માનવામાં આવી રહ્યા હતા. વોટિંગની ગણતરી ખતમ થતા જ કોવિંદને ચૂંટાયેલા રાષ્ટ્રપતિનુ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે. 
 
લોકો ઉલ્લાસ અને ઉત્સવમાં ડૂબ્યા 
 
રામનાથ કોવિંદની જીત પછી તેમના સમર્થક જશ્નમાં ડૂબી ગયા છે. મુંબઈથી લઈને કાનપુર સુધી કોવિંદની જીતનો જશ્ન મનાવાય રહ્યો છે. મુંબઈમાં ભાજપા કાર્યકર્તાઓએ ઢોલ નગારા વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રામનાથ કોવિંદ 14માં રાષ્ટ્રપતિ. 66% વોટ એનડીએ ઉમેદવાર મીરા કુમાર

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Proઅફઘાનિસ્તાનની નઝીફાને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કાન આપ્યાં

ગુજરાત મેડિકલ ટૂરિઝમ માટે હબ બન્યું છે. વિશ્વના ઘણા દેશોમાંથી દર્દીઓ ગુજરાતમાં સારવાર ...

news

ગુજરાતમાં એક એવું એરપોર્ટ તૈયાર થયું જ્યાં માણસની Live અંતિમવિધી થશે.

મૃતકની છેલ્લી સફરમાં તેના અંતિમ સ્થાન સ્વર્ગ સુધી પહોંચાડવા માટે બારડોલીમાં ‘અંતિમ ઉડાન ...

news

રીયલ લાઈફમાં લતીફનું એન્કાઉન્ટર કરનાર ડીવાયએસપી તરૂણ બારોટ હવે ‘રઇસ’ શાહરૂખની સામે

રઇસ’ ફિલ્મના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી જઇ રહેલાં શાહરૂખખાનને જોવા વડોદરા રેલવે સ્ટેશન ...

news

ગુજરાતી અર્પણ દોશી બ્રિટનમાં સૌથી નાની વયનો ડોક્ટર બનશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો અર્પણ દોષી ટૂંક સમયમાં જ ઉત્તર-પૂર્વ બ્રિટનની એક હોસ્પિટલમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine