ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 11 ઑક્ટોબર 2023 (15:15 IST)

ટ્યુશનના બહાને મિત્રની પત્ની સાથે રેપ

એક યુવકએ તેમના જમિત્રને બાળકોને ટ્યુશન ભણાવવાની જવાબદારી આપી હતી. પણ ટીચરએ બાળકોને ટ્યુશન ભણાવવાથી વધારે મિત્રની પત્ની પર નજર હતી. તકનો લાભ લઈ તેણે તેના મિત્રની પત્નીનો અશ્લીલ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને બ્લેકમેલ કરીને પૈસા પડાવી લીધા હતા. ફરી એકવાર તે તેના મિત્રની પત્નીને બ્લેકમેલ કરીને હોટલમાં લઈ જવા માંગતો હતો. પરંતુ મહિલાએ કરેલા અવાજને કારણે તે પોતાના ઈરાદામાં સફળ ન થઈ શક્યો અને ત્યાંથી ભાગી ગયો. 
 
આખો મામલો પટનાના બાઢ  પોલીસ સ્ટેશનનો છે. જ્યાં સ્ટેશન બજાર વિસ્તારમાં કરિયાણા વેપારીએ તેના બે બાળકોને ટ્યુશન આપવા માટે લખીસરાય જિલ્લામાં પોસ્ટ કરાયેલ સરકારી શાળાના શિક્ષકને રાખ્યો હતો.

પીડિત મહિલાનું કહેવું છે કે શિક્ષકની તેના પતિ સાથે મિત્રતા હતી જેના કારણે તેને બાળકોને ભણાવવા માટે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન એક સરકારી શિક્ષકે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. જે બાદ તેણે તેનો લાભ લીધો હતો.