1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 (12:50 IST)

રાષ્ટ્રપતિ ભવનમાં આજે રચાશે ઈતિહાસ, પહેલીવાર ગૂંજશે શહનાઈ, જાણો કોણા થઈ રહ્યા છે લગ્ન, કોણ છે વર-વધુ ?

Rashtrapati Bhavan Wedding
Rashtrapati Bhavan Wedding
Rashtrapati Bhavan Wedding News: રાષ્ટ્રપતિ ભવનમાં આજે ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. જી હા મિત્રો રાષ્ટ્રપતિ ભવનમાં પહેલીવાર શરણાઈના સૂર ગૂંજશે અને ધૂમધામથી લગ્ન થશે. આજ એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પલેક્સમાં એક કપલ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યુ છે.  રાષ્ટ્રપતિ ભવન ભારતનુ સત્તાવાર આવાસ છે. અહી જે કપલના લગ્ન થવાના છે એ બંને સીઆરપીએફ એટલે કે કેન્દ્રીય રિઝર્વ પોલીસબળના જવાન છે.  એવુ બતાવાય રહ્યુ છે કે બંનેનો પરિવારા લગ્નના સાક્ષી બનશે. તો ચાલો જાણીએ કે છેવટે કોણ છે આ બંને જવાન જે રાષ્ટ્રપતિ ભવનમાં કરી રહ્યા છે લગ્ન.   
 
ખરેખર, દુલ્હનનું નામ પૂનમ ગુપ્તા છે. પૂનમ CRPFમાં પર્સનલ સિક્યુરિટી ઓફિસર છે. વરરાજાનું નામ અવનીશ કુમાર છે. તેઓ CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પણ છે. પૂનમ ગુપ્તા રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરનારી પ્રથમ વ્યક્તિ બનીને ઇતિહાસ રચશે. ૭૪મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા ટુકડીનું નેતૃત્વ કરનાર પૂનમ ગુપ્તા તેના મંગેતર અવનીશ કુમાર સાથે લગ્ન કરશે. અવનીશ કુમાર CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ છે અને હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં પોસ્ટેડ છે.
 
કેવો રહેશે લગ્ન સમારંભ 
આ સમારંભ ખૂબ જ પર્સનલ રહેશે. જેમા કડક સુરક્ષા પ્રોટોકૉલ હેઠળ ફક્ત પરિવારના નિકટના સભ્ય સામેલ થશે.  રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પૂનમ ગુપ્તાના ઉત્કૃષ્ટ વ્યવસાયિક વલણ, મજબૂત સમર્પણ અને CRPF ની આચાર સંહિતા પ્રત્યે તેમની ચુસ્ત પ્રતિબદ્ધતા જોતા આ લગ્ન માટે મંજુરી આપી છે.