શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (18:58 IST)

જાણીતા કાર્ટુનિસ્ટનુ નિધન, પદ્મશ્રી નારાયણ દેબનાથે 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

જાણીતા કાર્ટૂનિસ્ટ પદ્મશ્રી નારાયણ દેબનાથનું મંગળવારે નિધન થયું. 97 વર્ષીય દેબનાથ ઘણા સમયથી બીમાર હતા. તેમણે ઘણા બંગાળી હાસ્ય પાત્રો બનાવ્યા હતા.
 
પીઢ દેબનાથની કોલકાતાની બેલેવ્યુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કાર્ટૂનિસ્ટ દેબનાથ બંગાળી કોમિક પાત્રો 'બંતુલ ધ ગ્રેટ', 'હાંડા-ભોંડા' અને 'નોંટે ફોન્ટે'ના લેખક હતા. દેબનાથને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

 
બેલેવ્યુ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ કે પદ્મશ્રીથી સન્માનિત દેબનાથે મંગળવારે સવારે 10 વાગીને લગભગ 15 મિનિટ પર અંતિમ શ્વાસ લીધા. તેમણે 24 ડિસેમ્બરના રોજ પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેંટિલેટર્સ પર હતા. 

મમતા બેનર્જીએ દુખ વ્યક્ત કર્યુ 
 
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેબનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, "તે ખૂબ જ દુઃખદ છે કે જાણીતા સાહિત્યકાર, ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ અને બાળકોની દુનિયા માટે કેટલાક અમર પાત્રોના સર્જક નારાયણ દેબનાથ હવે નથી રહ્યા. તેમણે બંતુલ ધ ગ્રેટ, હાંડા-બોન્ડા, નોન્ટે-ફોન્ટે જેવા કાર્ટૂન બનાવ્યા, જે દાયકાઓથી આપણા હૃદયમાં અંકિત છે.

બેલેવ્યુ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા દેબનાથે મંગળવારે સવારે લગભગ 10.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમને 24 ડિસેમ્બરે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વેંટિલેટર પર હતા.