1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (13:41 IST)

Axis Bankનુ લાઈસેંસ રદ્દ થવાના સમાચાર, માત્ર એક અફવા

એક્સિસ બેંકે એ સમાચારનુ ખંડન કર્યુ છે જેમા કહેવામાં આવ્યુ હતુ કે ભારતીય રિઝર્વ બેંક તેનુ લાઈસેંસ રદ્દ કરી શકે છે. બેંક તરફથી રજુ કરવામાં આવેલ જાહેરાતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ આ સમાચાર એક ખોટી અફવા અને ગેરમાર્ગે દોરનારી બતાવી છે.  બેંકનુ કહેવુ છે કે તે જીરો ટોલરેંસની નીતિ પર કામ કરે છે અને આવા ભ્રામક સમાચાર ફેલાવવાનો ઉદ્દેશ્ય લોકોમાં, કર્મચારીઓમાં ભય ઉભો કરવાનો અને બેંકની છબિ ખરાબ કરવાનો છે. 
 
Axis bankના કાર્યકારી નિદેશક રાજેશ દહિયાએ કહ્યુ કે ભારતીય રિઝર્વ બેંકે એક્સિસ બેંકના લાઈસેંસ રદ્દ થવાના સમાચારનુ ખંડન કર્યુ છે.  તેમણે કહ્યુ કે એક પ્રાદેશિક છાપાએ સમાચાર પ્રકાશિત કર્યા હતા, જેમા કહેવામાં આવ્યુ હતુ કે અનિયમિતતાઓને કારણે સરકાર એક્સિસ બેંકનુ લાઈસેંસ રદ્દ કરી શકે છે. જ્યારે કે આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે અને ભારતીય રિઝર્વ બેંકે પણ આ પ્રકારની અફવાઓનુ ખંડન કર્યુ છે. 
 
તેમણે કહ્યુ કે અમે અમારા રોકાણકારો, ગ્રાહકો અને સદસ્યોને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે જીરો ટૉલરેંસની નીતિ પર કામ કરતા બેંકના કોઈ પણ પ્રકારના સેટ મૉડલ કોડનું ઉલ્લંઘન કરી રહ્યા નથી. અમે અમારુ કોર્પોરેટ ગવર્નેસના ઉચ્ચતમ માનકો હેઠળ અમારી સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 
 
મુંબઈ શેયર બજારને મોકલેલ સ્પષ્ટીકરણમાં એક્સિસ બેંકે કહ્યુ કે અમે સંબંધિત રિપોર્ટની સામગ્રીનુ મજબૂતીથી ખંડન કરીએ છીએ. બેંક પાસે રિઝર્વ બેંકના નિયમો મુજબ મજબૂત પ્રણાલી અને  નિયંત્રણ છે.  એક્સિસ બેંકે કહ્યુ કે અમારુ માનવુ છે કે આ સમાચારનો હેતુ સામાન્ય લોકોમાં, કર્મચારીઓમાં ભય ઉભો કરવાનો છે અને બેંકની છબિને આધાત પહોંચાડવાનો છે. 
 
આરબીઆઈએ કર્યુ અફવાઓનુ ખંડન : ભારતીય રિઝર્વ બેંક ઈંડિયા આ અફવાઓનુ ખંડન કર્યુ છે કે તે નોટબંધી લાગૂ કરવા દરમિયાન જોવા મળતી અનિયમિતતાઓને ધ્યાનમાં રાખતા તેનુ બેંકિંગ લાઈસેંસ રદ્દ કરી શકે છે. 
 
કેન્દ્રીય બેંકે જણાવ્યુ કે એક્સિસ બેંકની કેટલીક શાખાઓમાં એક હજાર રૂપિયા અને 500 રૂપિયાના જૂના પ્રતિબંધિત નોટોને જમા કરાવવા અને તેમને બદલવામાં જોવા મળેલ ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખતા બેંકનુ બેંકિંગ લાઈસેંસ રદ્દ કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. આરબીઆઈએ કહ્યુ કે મીડિયામાં આવેલ આ પ્રકારની અફવાઓને ધ્યાનમાં રાખતા તેમને આ સ્પષ્ટીકરણ રજુ કરવુ પડી રહ્યુ છે.