સોમવાર, 18 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (11:05 IST)

માયાવતીના ભાઈએ 7 વર્ષની અંદર જ કરી લીધી અધધધ કમાણી, 18000 ટકાનો નફો કમાવ્યો !!

ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા બસપાના પ્રમુખ માયાવતીની મુશ્કેલી ફરી એક વખત વધી શકે છે. માયાવતીના ભાઇ આનંદકુમાર દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓએ માત્ર 7 વર્ષની અંદર 18000 ટકાનો નફો પ્રાપ્ત કર્યો છે. આ 7 વર્ષ દરમિયાન 5 વર્ષ એટલે કે 2007 થી 2012 સુધી માયાવતી રાજયના મુખ્યમંત્રી હતા.
 
 રિપોર્ટ મુજબ આ મામલો હવે ઇન્કમટેક્ષના દરબારમાં છે. આ વિભાગ માયાવતીના ભાઇ આનંદકુમારની1300 કરોડની સંપત્તિની તપાસ કરી રહ્યુ છે. રિપોર્ટમાં આ મામલાને નવા વર્ષનુ સૌથી મોટુ રાજકીય કૌભાંડ ગણાવતા જણાવાયુ છે કે આનંદકુમાર ઓછામાં ઓછી 12 કંપનીઓના માલિક છે. તેમની 1316 કરોડની સંપત્તિ તપાસના દાયરામાં છે. જેમાં 440 કરોડ રૂપિયા રોકડા, જયારે 870  કરોડ રૂપિયા જમીન સહિતની સ્થાવર મિલ્કત છે.
 
 રિપોર્ટ અનુસાર તપાસમાં એ બાબતનો ખુલાસો થયો છે કે માયાવતીના ભાઇ દ્વારા નકલી કંપનીઓ ચલાવાતી હતી. આવી જ એક કંપનીનું નામ છે રિયલ્ટર્સ પ્રા.લી. જેણે 7 વર્ષમાં 45257 ટકા નફો કમાયો છે. માયાવતીના ભાઇ વિરૂધ્ધ આ ખુલાસો ત્યારે થયો કે જયારે ઇડીએ આનંદકુમારના ખાતામાં 1.43  કરોડ અને બસપા સાથે જોડાયેલા એક ખાતામાં 104 કરોડ રૂપિયા જમા હોવાનુ શોધી કાઢયુ હતુ. રિપોર્ટ મુજબ આ પૈસા નોટબંધી બાદ ખાતામાં જમા થયા હતા. એ બાબતની પણ શંકા છે કે બસપા અને માયાવતીના ભાઇના ખાતામાં હવાલા લેવડ-દેવડથી પૈસા પહોંચ્યા છે.
 
 માયાવતીનો ભાઇ ટોચના ઉદ્યોગપતિઓની યાદીમાં આવતા નથી પરંતુ તેમની પ્રગતિ ઉડીને આંખે વળગે તેવી છે. 2007માં તેમની મિલ્કત 7.5 કરોડ હતી જે 7 વર્ષમાં વધીને 1316 કરોડની થઇ છે. તેઓ આકૃતિ હોટલ્સ પણ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ બીજી કંપનીઓના પણ માલિક છે.