શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (12:47 IST)

ગલવાન ઘાટીમાં માર્યા ગયા હતા ચીનના 45 સૈનિક, રૂસી સમાચાર એજંસીએ કર્યો ખુલાસો

ગાલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ. આમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. દરમિયાન, એક રશિયન સમાચાર એજન્સી TASS એ દાવો કર્યો છે કે 15 જૂને ગાલવાન ખીણની લડાઇમાં ઓછામાં ઓછા 45 ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. જો કે, ચીને હજી સુધી તેના સૈનિકોના મોતને સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી.
 
લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા 9 મહિનાથી સામ સામે છે. બંને દેશોએ સરહદે લગભગ 50-50 હજાર જવાનો ખડક્યા છે. અગાઉ ચીને ભારત સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં તેના 5 જવાનો માર્યા ગયા હતાં. તેમાં ચીની સેનાનો એક કમાંડિંગ ઓફિસર પર શામેલ હતો. ચીન ભલે હાલ 5 જ સૈનિકો માર્યા ગયાની વાત કરી રહ્યું હોય પણ અમેરિકા અને ભારતની ગુપ્તચર એજન્સીઓનું અનુંમાન છે કે ચીનના ઓછામાં ઓછા 40 જેટલા ચીની સેનિકો આ અથડામણમાં માર્યા ગયા હતાં.
 
આપને જણાવી દઈએ કે આ ઘટના બાદથી બંને દેશો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તનાવ છે.
 
ઉલ્લેખનીય છે કે TASSએ ભારતીય અને ચીની સૈનિકો દ્વારા પેંગોંગ ત્સો તળાવ કિનારેથી સૈનિકોની પાછી ખેંચવાની વાત કરી હતી. બંને દેશો વચ્ચેના કરાર મુજબ સૈનિકો ધીમે ધીમે પીછેહઠ કરી રહ્યા છે. બાદમાં ચીનના સંરક્ષણ મંત્રાલયે પણ સૈન્યની પાછી ખેંચવાના સમાચારની પુષ્ટિ કરી હતી. ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે કમાન્ડર-સ્તરની વાટાઘાટના નવમા રાઉન્ડ દરમિયાન બંને દેશોએ સૈનિકો પરત ખેંચવા પર સહમતિ બની હતી 
 
આજ રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં એલએસીની પરિસ્થિતિ વિશે બતાવતા કહ્યુ કે ફ્રિક્શન ક્ષેત્રોમાં ડિસઈંગેજમેંટ  માટે ભારતનો આ મત છે કે 2020ની ફોરવર્ડ ડિપ્લોયમેંટ જો એકબીજાના ખૂબ નિકટ છે તે દૂર થઈ જાય અને બંને સેનાઓ પરત પોતપોતાના સ્થાયી અને માન્ય ચોકીઓ પર પરત ફરે.  વાતચીત માટે અમારી રણનીતિ અને દ્રષ્ટિકોણ પ્રધાનમંત્રી મોદીના આ દેશા નિર્દેશ પર આધારિત છે કે અમે અમારી એક ઈંચ જમીન પણ કોઈ અન્યને નહી લેવા દઈએ. આપણા દ્રઢ સંકલ્પનુ જ આ ફળ છેકે અમે સમજૂતીની સ્થિતિ પર પહોંચી ગયા છે. 

રાજનાથ સિંહ કહ્યું, "હું સંસદને આગ્રહ કરું છું કે મારી સાથે સંપૂર્ણ સંસદ અમારા સૈન્યની આ વિષમ અને ભીષણ હિમવર્ષાની પરિસ્થિતિઓમાં પણ શૌર્ય અને વીરતાના પ્રદર્શનની પ્રશંસા કરે.
 
રાજનાથ સિંહે કહ્યું કે ચીન પોતાના સૈન્યની ટુકડીઓને ઉત્તરના ભાગે ફિંગર આઠની પૂર્વ દિશાની તરફ રાખશે અને આજ પ્રકારે ભારત સૈન્યની ટુકડીઓને ફિંગર ત્રણની પાસે પોતાની સ્થાયી ચોકી ધનસિંહ થાપા પોસ્ટ સુધી રાખશે. દક્ષિણના કિનારે બંને પક્ષ આ કાર્યવાહી કરશે. બંને પક્ષે જે પણ બાંધકામ કર્યું છે તેને એપ્રિલ 2020થી ઉત્તર અને દક્ષિણ કિનારે કરવામાં આવશે તેમને હઠાવી દેવામાં આવશે અને જૂની સ્થિતિ બનાવી દેવાશે.