1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 5 એપ્રિલ 2018 (12:50 IST)

કાળા હરણનો શિકાર કેસ - સલમાનને 2 વર્ષની સજા નહી જવુ પડે જેલ

જોધપુર. બહુચર્ચિત કાળા હરણના શિકાર મામલે આરોપી ફિલ્મ અભિનેતા સલમાન ખાનને બે વર્ષની સજા સંભળાવી છે. બીજી બાજુ અન્ય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટમાં સજા પર ચર્ચા દરમિયાન સલમાનના વકીલે કોર્ટને કહ્યુ હતુ કે ઓછામાં ઓછી સજા આપવામાં આવે. બીજી બાજુ સરકારી વકીલે સલમાન ખાન માટે 6 વર્ષની સજાની માંગ કરી હતી. 
 
સલમાન ખાનને 2 વર્ષ સુધીની સજા સંભળાવવામાં આવી છે. તેથી તેમને જેલ નહી જવુ પડે.  એ જ જેલમાં બેલ બૉન્ડ ભરીને સજા સસ્પેંડ કરી શકશે. પણ આગામી 30 દિવસમાં અપીલેટ કોર્ટ મતલબ સેશન કોર્ટમાંથી સજા સસ્પેંડ કરાવવી પડશે.  આ પહેલા ત્રણ મામલે સલમાન ખાન મુક્ત થઈ ચુક્યા છે.   જો કે મામલો હાઈકોર્ટમાં પણ છે.  કાળા હરણ શિકારના અન્ય આરોપીઓ નીલમ, તબ્બુ, સૈફ અલી ખાન અને સોનાલી બેન્દ્રે આ કેસમાંથી મુક્ત થઈ ગયા છે. 
 
Live Upates:-
 
- સલમાન ખાનના વકીલ હસ્તીમલ કોર્ટમાં હાજર, હોટલમાંથી કોર્ટ માટે જવા નીકળી રહ્યા છે સલમાન 
- સલમાન ખાન સહિત બધા આરોપીઓ પર 11 વાગ્યા સુધી આવી શકે છે નિર્ણય 
- મુખ્ય આરોપી દુષ્યંત સિંહ અને સીજેએમ દેવ કુમાર ખત્રી કોર્ટ પહોંચ્યા 
- સૈફ અલી અને સોનાલી બેન્દ્રેના વકીલે કહ્યુ, જો તેઓ દોષી સાબિત થયા તો એ બધાને એક જેવી સજા મળશે. 
- જોધપુર કોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવાયુ 
- સવરે 10 વાગ્યે કોર્ટ પહોંચશે સીજેએમ ગ્રામીણ દેવ કુમાર ખત્રી 
- 20 વર્ષ જૂના કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાન પર નિર્ણયનો દિવસ 
- કોર્ટનો નિર્ણય સાંભળવા સેફ તબ્બુ નીલમ અને સોનાલી બેન્દ્રે સાથે જોધપુરમાં સલમાન 
- દોષી ઠેરવાશે તો 6 વર્ષ સુધીની સજા થઈ શકે છે. 
- નિર્ણય પહેલા સલમાનની આંખોમાંથી ઉંઘ થઈ ગાયબ. જોધપુરની હોટલમાં આખી રાત જાગતા રહ્યા સલમાન 
- સલીમ ખાને કોર્ટના નિર્ણય પર બોલવાનો કર્યો ઈનકાર 
 
માહિતી મુજબ કાળા હરણના શિકાર મામલે ફિલ્મ અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન, અભિનેત્રી નીલમ, સોનાલી અને તબ્બુ આરોપી છે. સલમાન સહિત બધા આરોપી જોધપુર પહોંચી ચુક્યા છે. આ મામલે અંતિમ ચર્ચા 28 માર્ચના રોજ થઈ હતી. ત્યારબાદ સીજેએમ દેવકુમાર ખત્રીએ આ આરોપીઓ પર નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. 

જાણો શુ છે 20 વર્ષ જૂના કેસનો આરોપ 
 
આરોપ છે કે 1998મા ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શુટિંગ દરમ્યાન ફિલ્મની કાસ્ટના કેટલાંક લોકોએ કાળા હરણનો શિકાર કર્યો હતો. સલમાન ખાન પર આરોપ હતો કે તેમણે જે બંદૂકથી કાળા હરણનો શિકાર કર્યો તે બંદૂકનું લાઇસન્સ પણ તેમની પાસે નહોતું. જો કે જાન્યુઆરી 2017મા આર્મ્સ એકટ સાથે જોડાયેલા આ કેસમાં સલમાનને જોધપુર કોર્ટે નિર્દોષ છોડી દીધો હતો. આ કેસ સાથે જોડાયેલા બે બીજા કેસમાં સલમાન ખાનને રાજસ્થાન હાઇકોર્ટે જુલાઇ 2016મા પુરાવાના અભાવમાં નિર્દોષ છોડી દીધા હતા. તેની વિરૂદ્ધ રાજસ્થાન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ત્રીજો કેસ રાજસ્થાનના કાંકાણી ગામમાં 1-2 ઑક્ટોબર 1998ની રાત્રે બે કાળા હરણના શિકારનો છે.
 
હરણના શિકારનો મામલો
 
બે ચિંકારા શિકારના કેસમાં સલમાન ખાનને પહેલી વખત 17મી ફેબ્રુઆરી 2006ના રોજ જોધપુરની નીચલી કોર્ટે એક વર્ષની સજા સંભળાવી હતી. આરોપ છે કે જોધપુરની પાસે આવેલા ભવાદ ગામમાં 26-27મી સપ્ટેમ્બર 1998ની રાત્રે શિકાર કર્યો હતો. સલમાન ખાન પર હરણના શિકારના કુલ ચાર કેસ નોંધાયેલા હતા. ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શુટિંગ દરમ્યાન સપ્ટેમ્બર-ઑક્ટોમ્બર 1998 દરમ્યાન સલમાન સહિત અન્ય અભિનેતાઓ પર આરોપ છે. આ કેસમાં સલમાન ખાનની સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રૈ, અને નીલમ પર પણ શિકાર માટે સલમાનને ઉશ્કેરવાનો આરોપ છે.
 
2006માં થઈ 5 વર્ષની સજા અને બે મહિનામાં જામીન મળી ગઈ 
 
સલમાનને કાળા હરણના શિકાર કેસમાં 10 એપ્રિલ 2006ના રોજ પાંચ વર્ષની સજા થઇ હતી. શિકારનો આ કેસ જોધપુરના મથાનિયાની પાસે ઘોડા ફાર્મમાં 28-29 સપ્ટેમ્બર 1998ની રાતનો છે. પરંતુ બાદમાં જોધપુર હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા. 25 જુલાઇ 2016ના રોજ રાજસ્થાન હાઇકોર્ટે સલમાનને નિર્દોષ જાહેર કરી દીધો હતો. આ કેસમાં કુલ 12 આરોપી હતા.