Widgets Magazine
Widgets Magazine

પદ્માવત રિલીઝ - ગુજરાત-MP સહિત પાંચ રાજ્યોમાં નહી જોવા મળે ફિલ્મ, ગુડગાવમાં શાળા બંધ

અમદાવાદ., ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (10:57 IST)

Widgets Magazine
Padmavati

સુરક્ષા કારણોસર સિનેમા અને મલ્ટીપ્લેક્સ માલિકોએ ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રજુ ન કરવાનો નિર્ણય કર્યો છે. પણ કરણી સેનાએ ભારત બંધને લઈને અસમંજસ સ્થિતિ બની છે.  ગુજરાત બંધને લઈને કરણી સેનામાં બે ફાડ વચ્ચે રહી બીજી બાજુ 25 જાન્યુઆરીને અમદાવાદ  સહિત વિવિધ શહેરોમાં સુરક્ષા માટે 10 હજારથી વધુ જવાન અને અર્ધસૈનિક બળ ગોઠવામાં આવે છે.  ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના અધ્યક્ષ મનુભાઈ પટેલે પણ પદ્માવત ફિલ્મ રજુ ન કરવાનુ એલાન કર્યુ છે. મંગળવારે તોડફોડ અને હિંસાની ઘટના પછી મલ્ટીપ્લેક્સ અને શોપિંગ મૉલ માલિકોમાં ડર છે.  તેના કારણે પણ હવે કોઈ સિનેમા માલિક તેને રજુ નહી કરે. 
 
- રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાજપૂત મહિલાઓએ જૌહરની ધમકી આપી દીધી છે. આ મહિલાઓ કોઇપણ કિંમતે ફિલ્મ રિલીઝ નથી દેવા માંગતી. રાની પદ્માવતીની ઓળખ બનેલી એક જૌહર જ્યોતિ મંદિરમાં કાલે રાજપૂત સમાજના મહિલાઓએ પૂજા કરી. પ્રદર્શનને લઇને ઇતિહાસમાં કાલે બીજીવાર ચિત્તોડગઢ કિલ્લાને બંધ કરવામાં આવ્યો છે.  
 
- દિલ્હીના રાજૌરી ગાર્ડન સ્થિત થિયેટરમાં ફિલ્મ જોવા ઠીક ઠાક લોકો આવ્યા છે.  લોકોનુ કહેવુ છે કે તેઓ આ જોવ આવ્યા છે કે આ ફિલ્મ પર આટલો વિવાદ કેમ છે. બીજી બાજુ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે કોઈ ધર્મ કે જાતિની ભાવનાઓને દુખ પહોંચાડનારી ફિલ્મો ન બનવી જોઈએ. 
 
- સંજયા લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત તમામ વિરોધો અને પ્રદર્શનની વચ્ચે આજે દેશભરના થિએટર્સમાં રિલીઝ થઇ રહી છે, હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાની સાથે આ ફિલ્મ દેશભરની 7000 સ્ક્રીનો પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ આજે દેશવ્યાપી બંધનુ એલાન આપ્યું છે. વિરોધને લઇને ચાર રાજ્યોમાં સ્ક્રીનિંગ નથી થયું.
 
- 27 જાન્યુઆરી 2017: જયપુરના જયગઢ કિલ્લામાં ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણશાલીને કરણી સેનાના યુવકોએ થપ્પડ મારીને સેટ પર તોડફોડ કરી હતી. જે બાદ આ વિવાદ દેશભરમાં શરૂ થયો હતો.
 
- પદ્માવત ફિલ્મની રિલિઝ પગલે ગુજરાતમાં બંધની સ્થિતિ જોવા મળે છે. અમદાવાદમાં હિમાલયામોલના સંસ્થાપકો દ્વારા તેને સંપૂર્ણ પણે બંધ રાખ્યો છે. તો એક્રોપોલીસ મોલ ભારે પોલીસ સુરક્ષા વચ્ચે ચાલુ છે. તો અમદાવાદમાં તકેદારીના ભાગ રૂપે ભારે  પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદના હાર્દ સમા આશ્રમરોડ પર સુમશાન જોવા મળી રહ્યો છે. બંધની સંપૂર્ણ અસર જોવા મળી છે. સીટી ગોલ્ડ સહિતના થીએટરો બંધ છે. આશ્રમરોડ પર શાંતિપૂર્ણ વાતાવરણમાં બંધ પાળવામાં આવ્યો છે. 
 
- રાજકોટ સહિત અનેક સ્થળે શાળા કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. યાર્ડ બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે દહેગામ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યા છે. જો કે સુરતમાં સ્થિતિ જુદી જોવા મળી હતી. સુરતમાં ફિલ્મ રિલિઝ ન થવાની હોવાને પરિણામે કરણીસેનાએ બંધનું એલાન મોકુફ રાખ્યું હોવાથી, બધુંજ રાબેતા મુજબ ચાલી રહ્યું છે. સુરતમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. આમ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાના કાર્યકરો ઉતર્યા ધરણા પર

ફિલ્મ પદ્માવતને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં કરણી સેના ...

news

જે ફિલ્મ પદ્માવતનો વિરોધ થઈ રહ્યો છે એ ફિલ્મમા એવુ તો શુ છે જુઓ વીડિયો

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવતી’ અલાઉદ્દીન ખિલજી સાથે મહારાજા રતનસિંહ અને રાણી ...

news

પદ્મવાતના વિરોધમાં આજે ભારત બંધ, ગુજરાતમાં પદ્માવત ફિલ્મ નહીં દર્શાવાય - મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

અમદાવાદમા ગત રાત્રીએ ફિલ્મ પદ્માવતની રિલીઝ પરના વિવાદને પગલે અસામાજિક તત્વોએ મચાવેલી ...

news

ગુજરાતમાં પદમાવત ફિલ્મનો વિરોધ, અમદાવાદમાં આરએએફની ફ્લેગ માર્ચ

પદ્માવત ફિલ્મની રિલીઝના વિરોધમાં રાજપૂત સમાજે ઈસ્કોનથી યોજેલી કેન્ડલ માર્ચમાંથી તોફાન, ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine