33 વર્ષમાં પનીરસેલ્વમ જેવા હજાર જોયા, હુ નથી ગભરાતી - શશિકલા
તમિલનાડુમાં રાજકારણીય ખેચતાણ વચ્ચે અન્નાદ્રમુક મહાસચિવ શશિકલાએ પનીરસેલ્વમને આડે હાથે લીધા. શશિકલાએ કહ્યુ કે છેલ્લા 33 વર્ષમાં પનીરસેલ્વમ જેવા હજાર જોયા. શશિકલા આટલેથી જ રોકાયા નહી. તેમને આગળ કહ્યુ - હુ કોઈનાથી ગભરાતી નથી.
શશિકલા ચેન્નઈના પોઝ ગાર્ડનમાં પોતાના સમર્થકોને સંબોધિત કરી રહી હતી. આ દરમિયાન તેમણે એ પણ કહ્યુ કેટલાક લોકો પાર્ટેને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ હુ એવુ નહી થવા દઉ.
OPS એ મને આપી હતી જવાબદારી
શશિકલાએ કહ્યુ કે અમ્માના સ્વર્ગવાસ પછી મને સંગઠન તોડવાના ષડયંત્રોની માહિતી મળી. તેમણે એ પણ કહ્યુ કે પનીરસેલ્વમે ખુદ મને મુખ્યમંત્રી પદની જવાબદારી લેવાની વાત કરી હતી. પણ ત્યારે મે કહ્યુ હતુ કે આ સમયે હુ આવુ નથી કરી શકતી. શશિકલાએ કહ્યુ - મારા એ નિર્ણય પછી જ પનીરસેલ્વમને સીએમ પદની જવાબદારી મળી.