રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 7 જુલાઈ 2017 (10:03 IST)

કેન્દ્રીય મંત્રી Smriti Iraniનો જોખમી અવતાર, જુઓ Video...

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં કેન્દ્રીય મંત્ર્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે તેને એડવેંચરસ અવતારમાં જોઈ શકશો.  જોકે આ વીડિયો જુનો છે અને તેને ખુદ કપડા મંત્રીએ ફોટો શેયરિંગ સાઈટ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે.  સ્મૃતિ ઈરાનીને ઈંસ્ટાગ્રામ પર આવીને હજુ બે મહિના જ થયા છે. પણ તે તેના પર હંમેશા એક્ટિવ રહે છે અને અનેક જૂની અને નવી પોસ્ટ શેર કરતી રહે છે. 
 
કેન્દ્રીય મંત્રીની આ નવી પોસ્ટ તેમના એડવેંચરસ અવતારને બતાવે છે. વીડિયો હિમાચલ પ્રદેશના કાંગડા ઘાટીમાં આવેલ બીર બિલિંગનો છે. વીડિયોને પોસ્ટ કરવા સાથે જ આ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી તેને 10 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. બીજી બાજુ  અનેક લોકોએ તેના પર કમેંટ પણ કરી છે. વીડિયોને 1100થી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. કેન્દ્રીય મંત્રી આ પહેલા પણ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉંટના 43 હજાર ફોલોવર છે. સાથે જ તે 49 લોકોને ફોલો પણ કરે છે. અત્યાર સુધી તેને પોતાના એકાઉંટ પરથી 74 પોસ્ટ કરી છે.