શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 મે 2018 (10:31 IST)

'PM બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ' - શત્રુધ્ન સિન્હાનો મોદી પર કટાક્ષ

કર્ણાટકમાં ચૂંટણીનો પ્રચાર થમી ગયો છે. પણ આ અભિયાનથી બીજેપીના સ્ટાર નેતા શત્રુધ્ન સિન્હાને દૂર મુકવામાં આવ્યા છે. પ્રચાર ખતમ થયા પછી શત્રુધ્ન સિન્હાએ ટ્વિટર દ્વારા પ્રધાનમંત્રી મોદી પર હુમલો બોલ્યો છે. તેમણે ટ્વીટમાં મોદીને ટૈગ કર્યા અને કહ્યુ કે પ્રધાનમંત્રી બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ.  એટલો જ તેમને પ્રચાર દરમિયાન પીએમ મોદીની ભાષા પર પણ સવાલ ઉઠાવ્યો. 
 
શત્રુધ્નએ ટ્વીટ કર્યુ કે કર્ણાટકમાં આજે પ્રચાર થમી ગયો છે. પણ બિહાર-યૂપીની જેમ મને પણ અહી પ્રચાર માટે બોલાવ્યો નથી. કારણ આપણે બધા જાણીએ છીએ. પણ એક જૂના મિત્રની જેમ હુ એટલુ જ કહેવા માંગુ છુ કે તમારે પ્રધાનમંત્રી પદની ગરિમા કાયમ રાખવી જોઈએ. 
 
શત્રુધ્નએ કહ્યુ કે આપણે કોંગ્રેસ પર PPP જેવા કમેંટ કેમ કરી રહ્યા છે. જ્યારે કે પરિણામ તો 15 મે ના રોજ આવવાનુ છે.  પ્રધાનમંત્રી બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ. કર્ણાટકમાં જનતાને નક્કી કરવા દો. શત્રુધ્ન સિન્હાએ આ બધા ટ્વિટમાં પ્રધાનમંત્રી મોદી સાથે બીજેપી અધ્યક્ષ અમિત શાહને પણ ટૈગ કર્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે શત્રુધ્ન સિન્હા છેલ્લા ઘણા સમયથી પાર્ટી  અને સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરતા આવ્યા છે.  તાજેતરમાં જ અન્ય સીનિયર નેતા યશંવત સિન્હાએ બીજેપીને છોડી દીધી જ્યારબાદ બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શત્રુધ્ન સિન્હાને પણ પાર્ટી છોડવાની સલાહ આપી હતી. 
 
જો કે શત્રુધ્નએ તેમના પર પલવાર પણ કર્યો. તેમને સુશીલ મોદીને એક નિમ્ન કક્ષાના નેતા ગણાવ્યા.  જેમને બિહારમાં કોઈ ઓળખતુ નથી.  શત્રુધ્નએ કહ્યુ કે સુશીલ મોદી પ્રદેશમાં લોકપ્રિય નથી.  પાર્ટી તેમને કારણે જ 2015માં વિધાનસભા ચૂંટણી હારી હતી. 
 
શત્રુધ્ન સિન્હા છેલ્લા કેટલાક સમયથી અનેક વિપક્ષી નેતાઓ સાથે સતત મુલાકાત કરતા રહ્યા છે. જેમા એમકે સ્ટાલિન, લાલૂ પ્રસાદ યાદવ, સ્વાતિ માલીવાલ, મમતા બેનર્જી જેવા નેતાનો સમાવેશ છે.