મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2021 (14:39 IST)

ઘોર કળયુગ - પુત્રએ માતાની હત્યા તેની ચિતા પર ચિકન સેંકીને ખાધુ

ઝારખંડમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ચક્રધરપુર પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાના મનોહરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જોજોગુટ ગામમાં એક પુત્રએ માતાની હત્યા કરી એટલું જ નહીં હત્યા બાદ ઘરઆંગણે જ માતાની ચિતા પ્રગટાવી, આટલેથી જ તેની હેવાનિયત શાંત ન થઈ તો એ જ ચિતાની આગ પર ચિકન સેકીને ખાધુ 
 
આ ઘૃણાસ્પદ ઘટના પછી, તે કળયુગી પુત્ર ઘરમાં હાજર રહ્યો. શનિવારે સવારે તેણે તેની માતાના અડધા બળેલા મૃતદેહને ફરી એકવાર ઘરના ચૂલા નજીક ફેંકી દીધો હતો. આ પછી તેની બહેન સોમવારી સોયે આ ઘટનાની જાણ ગ્રામજનોને કરી હતી. આવી ઘૃણાસ્પદ હરકત કરનારા એ આરોપીનુ નામ છે પ્રધાન સોય.  તે 35 વર્ષનો બતાવાય રહ્યો છે. 
 
ગામલોકોનું કહેવું છે કે તેણે ચાર વર્ષ પહેલા તેના પિતા ગોપાલ સોય (65 વર્ષ) ની પણ હત્યા કરી હતી. હવે તેણે તેની માતા સુમી સોય (60 વર્ષ) ની હત્યા કરી. આ બનાવ અંગે ગ્રામજનોમાં ભારે રોષ છે. તેમણે પ્રધાન સોયના હાથ-પગ બાંધીને પોલીસને જાણ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે