સટ્ટા બજારના મતે યૂપીમા ખિલશે કમળ, પંજાબને છોડી ત્રણ રાજ્યોમાં બીજેપીની સરકાર
ચૂંટણી રાજકારણમાં સૌથી હોટ પોઈંટ ઉત્તર પ્રદેશમાં પાંચમા તબક્કાનુ મતદાન થઈ ચુક્યુ છે અને બે ફેજની વોટિંગ હજુ બાકી છે. યૂપી ફતેહ કરવા પાછળ દરેક પાર્ટીના પોતાના તર્ક છે અને જીતના દાવા છે. એટલુ જ નહી રાજનીતિક પંડિત પણ આકલન કરી રહ્યા છે. પણ યૂપી સહિત ગોવા, પંજાબ અને ઉત્તરાખંડને લઈને સટ્ટા બજારનુ પોતાનુ વિશ્લેષણ છે. મુંબઇ અને ગુજરાતના બુકીઓના મતે યુપીમાં કમળ ખીલશે અને પંજાબને બાદ કરતા ત્રણેય રાજયોમાં ભાજપની સરકાર આવશે.
મુંબઇ અને ગુજરાતના સટોડીયાઓએ પાંચ રાજયોની ચૂંટણીમાં ભાજપને આગળ બતાડયુ છે. બુકીઓના મતે ભાજપ દરેક રાજયમાં આગળ રહેશે. આમા પંજાબમાં તેને ફટકાર પડશે. જયારે બીજા રાજયોમાં તેને સારી એવી બેઠકો મળશે. ગુજરાતના સટ્ટાબજારના જણાવ્યા પ્રમાણે યુપીમાં ભાજપની સરકાર બની શકે છે અને તેને ત્યાં 200 થી 203 બેઠકો મળી શકે છે. જયારે સપા અને કોંગ્રેસને 120 થી 125 અને બસપાને 60 થી 62 બેઠકો મળી શકે છે.
ઉત્તરાખંડમાં ગુજરાતના બુકીઓના કહેવા મુજબ ભાજપની સરકાર બનવા જઇ રહી છે ત્યાં ભાજપને 40 થી 45, કોંગ્રેસને 20થી 23, જયારે બસપાને 3 થી 4 બેઠકો મળશે. બુકીઓના મતે ગોવામાં ફરી ભાજપની સરકાર બનશે. ત્યાં ભાજપને 22-24, કોંગ્રેસ 14 -16 અને આપને 3 થી 5 બેઠકો મળશે. બુકીઓના મતે પંજાબમાં આપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર હરીફાઇ જોવા મળશે. પંજાબમાં આપને પર થી પપ, કોંગ્રેસને 50 થી 53 અને ભાજપ અકાલી ગઠબંધનને 10 થી 12 બેઠકો મળશે.
તો મુંબઇના બુકીઓનુ માનીએ તો યુપીમાં ભાજપને 195-200, સપા-કોંગ્રેસ 120-125, બસપાને 64-67 બેઠકો મળશે. ઉત્તરાખંડમાં ભાજપને 42 થી 45, કોંગ્રેસને 20 થી 23, બસપાને 3 થી 4 બેઠકો મળશે. ગોવામાં ભાજપની સરકાર બનશે. ભાજપને 22 થી 24, કોંગ્રેસને 14 થી 16, આપને 3 થી 5 બેઠકો મળશે. પંજાબમાં આપને 50-52, કોંગ્રેસ 50-52, અકાલી ભાજપને 12 થી 15 બેઠકો મળશે. પાંચેય રાજયોની ચૂંટણી ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો લાગ્યો છે.