મહારાષ્ટ્રમાં સત્તા માટે મહાભારત, શાહ ફોર્મૂલા પણ ફેલ, હવે જોડ તોડનુ રાજકારણ ગરમાયુ
ગઠબંધનમાં ચૂંટણી લડનારી ભાજપા અને શિવસેનામાં હવે મુખ્યમંત્રી કોણ બનશે. તેને લઈને મહાભારત છેડાયુ છે. આ દરમિયાન બુધવારે ભાજપા ધારાસભ્ય દળની મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે જેમા વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ફરીથી નેતા પસંદ કરવામાં આવશે આ દરમિયાન શિવસેના પોતાના સત્તાના 50-50 ફોર્મૂલાથી બિલકુલ પણ પાછળ હટવા તૈયાર ન દેખાઈ. શિવસેનાના પ્રમુખ ઉદ્દવ ઠાકરે પણ આજે બુધવારે પાર્ટી નેતાઓ અને ધારાસભ્યો સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરશે.
શાહ ફોર્મૂલા પણ ફેલ - મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપા વચ્ચે છેલ્લા 5 વર્ષમાં જ્યારે પણ સત્તાને લઈને કોઈ વિવાદ હતો તો ભાજપા અધ્યક્ષ અમિત શાહની દખલગીરીથી બંને પાર્ટીઓ વચ્ચે કોઈ ફોર્મૂલા પર સર્વસંમતિ બની જતી હતી. વાત ભલે લોકસભા ચૂંટણી પહેલાની હોય કે વિધાનસભા ચૂંટણી પહેલાની. ગઠબંધનને લઈને બંને પાર્ટીઓને મંચ પર લાવવામાં અમિત શાહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો અપ્છી જ્યારે બંને પાર્ટીઓ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેચતાણ શરૂ થઈ તો શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે એ ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરી મમાલાનો હલ કાડહ્વાની વાત કરી હતી. પ્ણ હવે બદલતી પરિસ્થિતિમાં અમિત શહાનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ્દ થવાથી બંને વચ્ચે ખેચતાણ વધવાના સંકેત આપી રહ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથે પોતાની આજે બુધવારે થનારી બેઠક રદ્દ કરી દીધી છે.
બેઠક રદ થવાની માહિતી આપતા પાર્ટી પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ પહેલા જ કહી ચુક્ય છે કે 50 50નો કોઈ ફોર્મૂલા નક્કી નથી તહ્યો તો બેઠકનુ શુ મહત્વ ? આ દરમિયાન બંને પાર્ટીઓ વચ્ચે પડદા પાછળનુ રાજકારણ ગરમાય ગયુ. બંને પાર્ટીઓ વિપક્ષના ધારાસભ્યોને પોતા પોતાની સાથે લાવવામાં લાગી ગઈ છે અને સત્તાના નવા સમીકરણ શોધે રહી છે. શિવસેના કોઈપણ પરિસ્થિતિમાં મુખ્યમંત્રીની પોતાની દાવેદારી છોડવા માંગતી નથી. તો બીજી બાજુ મુખ્યમંત્રી ફડણવીસ વારે ઘડીએ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી તો એ જ બનશે. આ દરમિયાન મંગળવારે રજુ નિવેદન વચ્ચે મુખ્યત્રી ફડણવીસે થોડી નરમી બતાવતા કહ્યુ કે ચૂંટણી પહેલા પાર્ટી અધ્યક્ષ અમિત શહ અને ઉદ્દવ ઠાકરે વચ્ચે કોઈ ફોર્મુલા પર વાતચીત થઈ હોય તો તેમને જાણ નથી.