બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 4 ઑગસ્ટ 2021 (17:03 IST)

પેગાસસ મુદ્દે સંસદમાં હંગામો, ટીએમસીના 6 સાંસદ સસ્પેંડ

પેગાસસ જાસૂસીના મામલાને લઈને વિપક્ષ  સતત મોદી સરકાર પર આક્ષેપ કરી રહ્યો છે. તેથી, આ સત્ર દરમિયાન સદનમાં ભારે હંગામો  જોવા મળી રહ્યો છે. આ  દરમિયાન, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ બુધવારે ગૃહમાંથી તૃણમૂલ કોંગ્રેસના છ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા, જેઓ પેગાસસ જાસૂસી મુદ્દાને લઈને આસન સમક્ષ બેનરો લઈને હંગામો કરી રહ્યા હતા. 
 
આજે સવારે જ્યારે સભાપતિએ  ખેડૂતોના મુદ્દા પર ચર્ચા માટે આપવામાં આવેલી નોટિસની સ્વીકૃતિ કરવા અને અન્ય નોટિસ રદ્દ કરવાની સૂચના આપી તો ટીએમસી અને અન્ય વિપક્ષી દળના સભ્ય વેલમા આવીને જમા થઈ  ગયા અને પેગાસસ જાસૂસી મુદ્દા પર ચર્ચાની માંગને લઈને હંગામો કરવા લાગ્યા. 
 
સંસદની કાર્યવાહી દરમિયાન આ સાંસદોએ પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા અને પેગાસસ જાસૂસી પર ચર્ચા કરવાની માગ સાથે હોબાળો કાર્યો હતો. સ્પીકર વેંકૈયા નાયડુએ તેમને ફરી પોતાની જગ્યા પર જવા સૂચવ્યું હતું, પરંતુ આ સાંસદોએ વિરોધ પ્રદર્શન ચાલુ જ રાખ્યું હતું. ત્યાર બાદ સ્પીકરે તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
 
ઉલ્લેખનીય છે કે સ્પીકરે સદનના નિયમ 255 હેઠળ આ કાર્યવાહી કરી છે. જોકે, સદનની કાર્યવાહી સ્થગિત થયા બાદ ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયને ટવીટ કરીને કહ્યું હતું કે હવે વિપક્ષ મોદી-શાહની તાનાશાહી વિરુદ્ધ એકજુટતા બતાવશે.