સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (12:28 IST)

Tajinder Pal Singh Bagga Arrested : BJP નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની ધરપકડ, કેજરીવાલની આલોચના પર પંજાબ પોલીસે કરી કાર્યવાહી

Tajinder Pal
દિલ્હી ભાજપાના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગા (Tajinder Pal Singh Bagga) ની પંજાબ પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. દિલ્હી ભાજપાના નેતાઓ આ ઘરપકડની ચોખવટ કરતા રાજનીતિક વિરોધીઓને દબાવવાનો આરોપ લગાવ્યો છે. 
 
કપિલ મિશ્રાએ કહ્યું- બગ્ગા સાચા સરદાર છે, ડરશે નહીં
ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે બગ્ગા સાચા સરદાર છે. તેને આવી હરકતોથી ડરાવી કે નબળો પાડી શકાતો નથી. મિશ્રાએ કહ્યું કે પંજાબ પોલીસનો ઉપયોગ કેજરીવાલની અંગત નારાજગી અને ગુસ્સાને થાળે પાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ પંજાબ અને પંજાબના જનાદેશનું અપમાન છે.
 
તજિન્દર બગ્ગા ના પિતાએ કહ્યું- પોલીસકર્મીઓએ મારા ચહેરા પર મુક્કો માર્યો
તજિન્દર બગ્ગાના પિતા પ્રિતપાલ સિંહે કહ્યું, "પંજાબ પોલીસના જવાનો તાજિન્દરને ખેંચીને લઈ ગયા. તેને પાઘડી પહેરવાની પણ છૂટ નહોતી. જ્યારે મેં વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો તો મને રોકીને એક રૂમમાં લઈ જવામાં આવ્યો. ત્યાં મને મોઢા પર મુક્કો મારવામાં આવ્યો. પંજાબ પોલીસે મારો ફોન પણ છીનવી લીધો હતો. અરવિંદ કેજરીવાલ મારા પુત્રને બળજબરીથી ફસાવવા માંગે છે. આ પછી પ્રિતપાલ બગ્ગાના પુત્ર વિશે માહિતી મેળવવા જનકપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યો.