સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (12:17 IST)

તમિલનાડુના ખેડૂતે બનાવ્યુ PM મોદીનું મંદિર, રોજ સવારે આ મંદિરમાં કરે છે પૂજા

ત્રિચીના એક ખેડૂત પી. શંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં તેમનુ એક મંદિર બનાવ્યુ છે. 50 વર્ષના શંકર ત્રિચી જીલ્લાના ઈરાકુડી ગામમા રહેનારા છે. તેમણે પ્રધાનમંત્રી માટે પોતાના પૈસાથી એક મંદિર બાનવડાવ્યુ છે. 
 
બીજેપીના સ્વંયસેવક શંકરે આ મંદિર પોતાની ખેતીની જમીન પર બનાવ્યુ છે અને તે રોજ સવારે આ મંદિરમાં પૂજા કરે છે અને મંત્ર વાંચે છે. 
 
જો કે શંકર પાસે મંદિર બનાવવા માટે પૂરતા પૈસા નહોતા. તેથી આ મંદિરને બનાવવામાં તેને 8 મહિનાનો સમય લાગ્યો.  મંદિરની અંદર સફેદ અને ભૂરા ંગની જેકેટમાં પ્રધાનમંત્રીની એક મૂર્તિ જોઈ શકાય છે. 
 
તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતા, વર્તમન સીએમ પલાનીસામી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તસ્વીરોને પણ આ મંદિરની દિવાલો પર સજાવવામાં આવ્યા છે. 
 
આ મંદિરને જોવા માટે દૂર દૂરથી લોકો ત્યા પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શંકર પોતાના ગામમાં ખેડૂત સંઘના અધ્યક્ષ પણ છે. તેઓ બતાવે છે કે 2014માં જ તેઓ પીએમ મોદીનુ મંદિર બનાવવાનુ વિચારી રહ્યા હતા પણ પૈસાની કમીને કારણે એ સમયે આ શક્ય નહોતુ. શંકર દ્વારા બનાવવામાં આવેલ પીએમ મોદીની મૂર્તિ 2 ફૂટ ઊંચી છે.