મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (14:31 IST)

Tamil Nadu Helicopter Crash: વેલિંગ્ટનથી પત્ની સાથે પરત આવી રહ્યા હતા સીડીએસ બિપિન રાબત કુન્નુરથી અહીં જવાનો હતો પ્લાન

વાયુસેવાનો આ હેલીકૉપ્ટર એમાઅઈ સીરીજનો હતો. આ Mi- 17V5 હેલિકોપ્ટરમાં બે ઈંજન હતા. આ વીઆઈપી બૉપર કહેવાય છે. વાયુસેન લાંબા સમયથી તેનો ઉપયોગ કરતી હતી. 
 
તમિલનાડુના કુન્નુરમાં સેનાનુ હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. એએનઆઈની રિપોર્ટ મુજબ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવત પણ આ ચૌપરમાં હાજર હતા. તેમના ઉપરાંત તેમના પરિવારના સભ્યો પણ તેમા સવાર હતા. હાલ સેના તરફથી આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. હેલિકોપ્ટર સવાર લોકોને બચાવવા માટે અભિયાન ચાલી રહ્યુ છે. આ ચૌપરમાં 5 લોકો સવાર હતા. જેમાથી 3 લોકોને હાલ રેસક્યુ કરવામાં આવ્યા છે. સમાચાર મુજબ એક લેક્ટર સીરીઝમાં ભાગ લેવા માટે બિપિન રાવત જઈ રહ્યા હતા. 
 
તામિલનાડુના કુન્નુરમાં બુધવારે એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમના સ્ટાફ, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારના સભ્યો સાથે સવાર હતા. હેલિકોપ્ટરમાં બે પાયલટ સહિત કુલ 14 લોકો સવાર હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ કાટમાળમાંથી બે મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જે 80 ટકા સુધી બળી ગયા હતા.
 
સીડીએસ રાવત કેમ સવાર હતા?
CDS જનરલ રાવત એક કાર્યક્રમમાં હાજરી આપવા વેલિંગ્ટન આર્મ્ડ ફોર્સિસ કોલેજ ગયા હતા. ત્યાંથી પરત ફરીને તેઓ કુન્નુર તરફ આવી રહ્યા હતા. તેમની પત્ની મધુલિકા રાવત, તેમની સુરક્ષા હેઠળ તૈનાત પાંચ કમાન્ડો અને અંગત સુરક્ષા કર્મચારીઓ, એક બ્રિગેડિયર અને એક લેફ્ટનન્ટ કર્નલ પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. CDS કુન્નુર પહોંચ્યા બાદ દિલ્હી જવા રવાના થવાના હતા.