બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2017 (17:30 IST)

OMG! અહી 15 દિવસ સુધી કન્યાઓ રહે છે નિર્વસ્ત્ર

આપણા દેશમાં કન્યાઓને દેવીનો દરજ્જો પ્રાપ્ત છે અને લોકો તેમની પૂજા પણ કરે છે.  પણ ભારત દેશમાં એક સ્થાન એવુ પણ છે જ્યા કન્યાઓને દેવી બનાવીને તેમને નિર્વસ્ત્ર કર્યા પછી તેમની પૂજા કરવામાં આવે. 
 
તમને વાંચીને થોડી નવાઈ લાગશે પણ આ સત્ય છે. ભારતમાં એક એવુ સ્થાન છે જ્યા 7 છોકરીઓને દેવી બનાવીને નિર્વસ્ત્ર કર્યા પછી તેમની પૂજા કરવામાં આવે છે. એટલુ નહી આ પ્રથાનુ પાલન કરવા માટે કોઈ વિરોધ નથી કરતા પણ લોકો ખુશી ખુશી પોતાની પુત્રીઓને સામેલ કરે છે. 
 
લોકોનુ એવુ માનવુ છે કે જો તેમની પુત્રી આ પ્રથાનો ભાગ બને છે તો તે ખૂબ ભાગ્યશાળી છે. એ જ કારણ છે કે આ પ્રથા માટે આસપાસના 60 ગામના લોકો પોતાની પુત્રીની સાથે ભાગ લેવા અહી આવે છે. 
 
તમિલનાડૂના મૈદૂર જીલ્લામાં આવેલ જાઈકાથા અમ્માન મંદિરમાં 7 છોકરીઓને દેવીના રૂપમાં રાખવામાં આવે છે. આ 7 છોકરીઓની પસંદગી અનેક ગામમાંથી આવેલ છોકરીઓમાંથી કરવામાં આવે છે.  આ માટે નક્કી થયેલ દિવસે મંદિર સામે પરેડ થાય છે અને ત્યારબાદ પુરૂષ  પંડિત છોકરીઓની પસંદગી કરે છે.  
 
પસંદ કરવામાં આવેલ છોકરીઓ 15 દિવસ સુધી મંદિરમાં રહે છે. આ દરમિયાન તેમને કમરની ઉપર કશુ પણ પહેરવા દેવામાં આવતુ નથી.  તેમના શરીર પર ફક્ત ફૂલની માળા અને ધરેણા રહે છે.  આ 15 દિવસમાં યુવતીના માતા પિતાને પણ મળવાની અનુમતિ મળતી નથી.  આટલા દિવસ સુધી પંડિત જ યુવતીઓની દેખરેખ કરે છે.