તેલંગાણામાં શ્રીશૈલમ ડેમ ટનલનો એક ભાગ તૂટી પડ્યો, 6 મજૂરો ફસાયાની આશંકા, બચાવ કામગીરી ચાલુ
હૈદરાબાદ: તેલંગાણામાં શનિવારે એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા છ મજૂરો ફસાયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે કન્સ્ટ્રક્શન કંપનીએ વધુ માહિતી માટે એસેસમેન્ટ ટીમ મોકલી છે
મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીના કાર્યાલયએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જાણકારી આપી છે કે નિર્માણાધીન એસએલબીસી સુરંગની છતનો એક હિસ્સો પડી ગયો છે.
તેમણે લખ્યું, "સુરંગમાં છત પડી જવાને કારણે ઘણા લોકો દટાયેલા છે. અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી કરવાનો આદેશ આપ્યો છે."
સમાચાર એજન્સી પીટીઆઈએ કંપની પાસે મળેલી જાણકારીથી સમાચાર આપ્યા છે કે આ અકસ્માતમાં છ મજૂરો અંદર ફસાઈ ગયા છે.
આ ટનલ મારફતે શ્રીશૈલમ્ પ્રોજેક્ટથી કૃષ્ણા નદીનું પાણી નાલગોંડા જિલ્લા સુધી પહોંચાડવાનું આયોજન છે.