Widgets Magazine
Widgets Magazine

રાજ ઠાકરે સાથે દોસ્તી પર ઉદ્દવ બોલ્યા, શિવસેના પોતાના દમ પર એકલી ચૂંટણી લડશે

મુંબઈ., મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (11:39 IST)

Widgets Magazine

 નગર નિગમ ચૂંટણીમાં ગઠબંધન માટે મનસેના શિવસેનાના દરવાજા પર દસ્તક આપ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે ગઠબંધનને લઈને તેમની પાસે કોઈ પ્રસ્તાવ નથી આવ્યો અને તેમની પાર્ટી એકલી ચૂંટણી લડશે.  શિવસેના અધ્યક્ષે કહ્યુ, અમે પૂરા સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરીશુ. ગઠબંધનને લઈને કોઈ પ્રકારનો કોઈ પ્રસ્તાવ નથી આવ્યો. અમે કોઈ સાથે ગઠબંધન નહી કરીએ.  અમે પોતના બળ પર ચૂંટણી લડીશુ. ઉદ્ધવના નિવેદન પર મનસે નેતા બાલા નંદગાવકરે કહ્યુ, "હુ પોતે માતોશ્રી ગયો હતો અને મુંબઈના હિતમાં ગઠબંધનનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ જો ઉદ્દ્વ ઠાકરે કહે છે કે કોઈ પ્રસ્તાવ નથી આપવામાં આવ્યો તો પછી હુ ખોટુ બોલી રહ્યો છુ."
 
બીજી બાજુ મનસેના એક સૂત્રએ કહ્યુ કે શિવસેનાને આપેલ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ કે મનસેને એ સીટો આપવામાં આવે જે હાલ તેની પાસે છે.  બીએમસીમં મનસેના 28 નગરસેવક છે. રાજ ઠાકરેના નેતૃત્વવાળી મનસેના સૂત્રોએ કહ્યુ હતુ કે શિવસેના સાથે તાલમેલ બેસાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલા સમજૂતી કરવાથી ઈનકાર કરી ચુકેલી શિવસેના ભાજપા વગર જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. રાજનીતિક માહિતગારોનુ કહેવુ છે કે મનસે એક રીતે વિશ્વાસની કમી અને વિશ્વસનીયતાના સંકટ સામે લડી રહી છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઓપિનિયન પોલ - યૂપીમાં સીએમ પદ માટે અખિલેશ પ્રથમ પસંદ

ઉત્તર પ્રદેશની ખુરશીને લઈને ચાલી રહેલ અટકળો વચ્ચે એ.બીપી ન્યૂઝ લોકનીતિ-સીએસડીએસના સર્વે ...

news

મહારાષ્ટ્ર - લાતૂરની એક ફેક્ટરીમાં ઝેરીલી ગેસથી 9 મજૂરોનું મોત

મહારાષ્ટ્રના લાતૂર જીલ્લાની કે ફેક્ટરીમાં ટૈંક સાફ કરતી વખતે ઝેરીલી ગેસની ચપેટમાં આવવાથી ...

news

હાફિઝ સઈદને લાહોરમાં નજરકેદ, ટ્રમ્પના ડરથી પાકિસ્તાને પગલાં લીધાં

ડોનાલ્ડ ટ્રપના અમેરિકાના પ્રમુખપદ પર આવતાની સાથે જ તેની અસર પાકિસ્તાનમાં દેખાઈ હોય તેવું ...

news

રાજ્યની 182 વિધાનસભા બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ઘ્વારા આઝાદી આંદોલનની શરૂઆત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 69માં બલિદાન દિનથી આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત ઘ્વારા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine