ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 જુલાઈ 2023 (15:54 IST)

પાયલોટની આ ભૂલ ભારે પડી, 3 મહીના માટે સસ્પેન્ડ, જાણો બનાવ

અમદાવાદ રનવે પર જમીનને ટચ થઈ હતી ફ્લાઇટ, ઈન્ડિગોએ પાયલોટ પર કરી કડક કાર્યવાહી, 3 મહીના માટે સસ્પેન્ડ, જાણો બનાવ
 
DGCAએ ઈંડિગોનાં એ 2 પાયલટ્સની સામે મોટો એક્શન લીધો છે જેમની ભૂલથી અમદાવાદમાં ફ્લાઈટ લેન્ડિંગ સમયે રન વે પર ટચ થઈ ગઈ હતી. 15 જૂનનાં રોજ આ ઘટના બની હતી જે બાદ ડીજીસીએ પાયલટને 3 મહિના માટે સસ્પેંડ કરી દીધું છે જ્યારે એક પાયલટનાં લાયસેંસને 1 મહિના માટે સસ્પેંડ કર્યું છે.
 
DGCAની તપાસમાં જાણવા મળ્યુ કે પાયલટ્સએ સ્ટાંડર્ડ ઓપરેશનલ પ્રોસીજરનું ઉલ્લંઘન કરી દીધું હતું અને તે બાદ ફ્લાઈટને લેંડ કરી હતી. આ બાદ બંને પાયલટ્સને કારણ જણાવવાની નોટિસ ફટકારવામાં આવી હતી.