ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 23 એપ્રિલ 2024 (12:02 IST)

Viral News - લગ્નના કાર્ડ પર આવુ કોણ લખે છે ભાઈ, ફોટો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

viral marriage card
viral marriage card
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દિવસે કંઈકને કંઈક વાયરલ થઈને જ રહે છે. કોઈ દિવસ ડાંસનો વીડિયો વાયરલ થઈ જાય છે તો કોઈ દિવસ સીટ માટે મેટ્રોમાં લડતા  લોકોનો વીડિયો વાયરલ થઈ જાય છે. આ ઉપરાંત ક્યારેક ક્યારેક કેટલીક તસ્વીરો પણ વાયરલ થઈ જાય છે. જેમા અનોખી વાત લખેલી જોવા મળે છે.  આ સમયે એક આવી જ ફોટો વાયરલ થઈ રહી છે.  ફોટોમાં એક લગ્નનુ કાર્ડ જોવા મળી રહ્યુ છે જેના પર વ્યક્તિએ એવુ લખી દીધુ છે જેને વાચ્યા પછી તમે પણ હસવા માંડશો. આવો તમને બતાવીએ કે કાર્ડ પર શુ લખ્યુ છે. 
 
વાયરલ થયેલ લગ્નના કાર્ડની ફોટો 
ઈસ્ટાગ્રામ પર હાલ એક લગ્નના કાર્ડનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટો પર લગ્નની તારીખ 15 એપ્રિલ 2024 લખેલી છે. તેની નીચે જોતા જોવા મળે છે કે વરરાજાએ પોતાના લગ્નનુ આ નિમંત્રણ ઉપેન્દ્ર, કમલ, ઈમરાન, રાજેશ અને દલવીર નામના વ્યક્તિને આપ્યુ છે. મતલબ વ્યક્તિએ એક જ કાર્ડ પર બધા નામ લખ્યા છે. એવુ બની શકે છે કે આ બધા તેના મિત્ર હશે જેમણે તેણે એક જ કાર્ડ મોકલી દીધુ છે. તેની નીચે જે જોવ મળે છે  તે વાચ્યા પછી તમે તમારુ હાસ્ય નહી રોકી શકો. વ્યક્તિએ નીચે લખ્યુ, 'નોટ-સૌરભને આવવાની સખત મનાઈ છે. પ્લીઝ તેની હાજરી માન્ય નથી. જ્યા દેખાય ત્યાથી ભગાડી દો, આભાર. આ નોટને કારણે કાર્ડની ફોટો વાયરલ થઈ રહી છે. 
 
અહી જુઓ વાયરલ ફોટો 

આ ફોટોને ઈસ્ટાગ્રામ પર imranali786manu નામના એકાઉંટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સમાચાર લખતા સુધી પોસ્ટને 5 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે.  આ ફોટોને જોયા બાદ સૌરભ નામના અનેક લોકોએ મજેદાર કમેંટ કર્યા છે. સૌરભનામના એક યૂઝરે લખ્યુ - ભાઈ આવુ ન કરશો, હુ બે થી વધારે રસગુલ્લા નહી ખાઉ. બીજા સૌરભ નામના યુઝરે લખ્યુ - ભાઈ મે તારુ શુ બગાડ્યુ છે ? એક અન્ય સૌરભ નામના યુઝરે લખ્યુ - પણ ભાઈ મારી શુ ભૂલ છે ?