પતિની આ આદતને કારણે યુવતીએ પોતાના પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું .

વેલ્લોરઃ, રવિવાર, 23 જુલાઈ 2017 (23:58 IST)

Widgets Magazine

તમિલનાડુમાં એક યુવતીએ પોતાના પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. વહેલી સવારે આશરે ત્રણ કલાકની આસપાસ સારસુએ ચપ્પુથી પતિનું લિંગ કાપી નાંખ્યું હતું. 30 વર્ષની સારસુએ પતિનું ગુપ્તાંગ એટલા માટે કાપી નાંખ્યું કે, પતિને રોજ વહેલી સવારે સેક્સની આદત હતી. તે વહેલી સવારે 3 4 વાગે યુવતીને ઉઠાડીને સેક્સ માણવાની ફરજ પાડતો તેથી યુવતી કંટાળી ગઈ હતી.
 
 ગુરૂવારે પણ પતિએ વહેલી સવારે 3.30 વાગે યુવતીને ઉઠાડી હતી અને તેની સાથે સેક્સ માણવા કહ્યું હતું. યુવતીએ ઈન્કાર કરતાં પતિએ તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો. ઉશ્કેરાયેલી યુવતી તરત જ રસોડામાં ગઈ અને ચપ્પુ લઈને પાછી આવી. તેણે ધમકી આપી કે, હવે કંઈ કરીશ તો ગુપ્તાંગ કાપી નાંખીશ.
 
 આ પછી પણ પતિ ના માન્યો અને તેણે સેક્સની જીદ પકડી. યુવતી તૈયાર ના થતાં તેણે ફરી બળજબરી કરતાં યુવતીએ પોતાની વાતનો અમલ કરી બતાવ્યો અને પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. યુવતીએ બૂમો પાડીને એવું પણ કહ્યું કે, હવે તે કદી કોઈની સાથે સેક્સ જ નહીં માણી શકે તેવી હાલત કરી નાંખું છું.
 
 યુવતીએ ગુપ્તાંગ કાપી નાખતાં પતિએ બૂમાબૂમ કરી મૂકી હતી. તેના પગલે પાડોશીઓ દોડી આવ્યા હતા અને પતિને ગુડિઆયથામ સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. જો કે તેની હાલત બગડતાં તેને વેલ્લોરની સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં દાખલ કરાયો છે કે જ્યાં તેની હાલત ગંભીર છે.
 
 ગુડિઆયથામ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર જે. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું છે કે, આ દંપતિ વચ્ચે પહેલાં ઝગડો થયો તેથી બંને એક વર્ષ અલગ રહ્યાં હતાં. બે મહિના અગાઉ જ બંને ફરી સાથે રહેવા લાગ્યાં હતાં. પતિએ પોલીસને એવું જણાવ્યું કે, તેની પત્નિને શંકા હતી કે પોતાને બીજી સ્ત્રીઓ સાથે લગ્નેતર સેક્સ સંબંધો છે.
 
તેણે પોલીસને એમ પણ કહ્યું કે, તેની પત્નિ તેને એવું સતત પૂછ્યા કરતી કે પોતે એક વર્ષ તેની સાથે નહોતી ત્યારે તે કઈ રીતે તેની શારીરિક ભૂખ સંતોષતો હતો ? આ મામલે બંને વચ્ચે ઝગડા થયા કરતા અને આ ઘટના બની ત્યારે પણ આ મુદ્દે જ પત્નિ ગુસ્સે થઈ ગઈ હતી ને પોતાનું ગુપ્તાંગ કાપી નાંખ્યું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું તમિલનાડુ ગુજરાત વરસાદ Tamilanadu

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આજે પ્રણવ મુખર્જીને વિદાય આપશે સાંસદ, કાલે પીએમે મોદીએ આપ્યું હતું ડિનર

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની વિદાય પ્રસંગે આજથી ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન ...

news

અમદાવાદથી હરિદ્વાર જતી બસનો અકસ્માત, 9ના મોત

શુક્રવારે રાત્રે અમદાવાદથી હરિદ્ધાર જઈ રહેલી ખાનગી લકઝરી બસનો ઉદ્દેપુર પાસે ગમખ્વાર ...

news

શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસના કયા નેતાઓ નડ્યા અને કેમ નડ્યાં? - (See Video)

શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને જ કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં કહ્યું હતું કે છેલ્લા 24 ...

news

Rain in Ahmedabad photo - 5 ઈંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર, સીએમ રૂપાણી કંટ્રોલ રૂમ દોડી ગયા, અમદાવાદ સહિત 10 સ્ટેટ હાઈવે બંધ

મધ્યપ્રદેશ અને કચ્છમાં લો પ્રેશરની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine