શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (10:36 IST)

Top 10 Gujarati Samachar - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

ડર્ટી પોલિટિક્સ - ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસ ફિલ્મ પાવર ઓફ પાટીદાર વાયરલ કરશે 
 
ગુજરાતમાં પાટીદારો દ્વારા ચલાવવામાં આવતા અનામત આંદોલન પર બનેલી ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદારને સેન્સર બોર્ડે મંજૂરી ન આપતા રિલીઝ થઇ ન હતી. ફિલ્મ રિલીઝ ન થતા ફિલ્મના પ્રોડયુસર દીપક સોનીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. કોંગ્રેસ તરફથી પાવર ઓફ પાટીદાર ફિલ્મ ખરીદીને હાર્દિક પટેલના સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવશે. આમ, આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઇબર વોર વધુ ઉગ્ર બનશે.
 
તાજમહેલમાં નમાઝ બંધ કરાવવામાં આવે - RSS 
 
તાજ મહેલને લઈને વિતેલા ઘણાં દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિવાદની વચ્ચે ગુરુવારે તાજ મહેલની મુલાકાત લીધી. હવે આ વિવાદની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઇતિહાસ વિંગ અખિલ ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ (ABISS)એ માગ કરી છે કે તાજ મહેલમાં શુક્રવારે થનારી નમાઝ બંધ કરાવવામાં આવે.
 
ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપને આકરા પડકારોનો સામનો કરવો પડશે - શિવસેના 
 
શિવસેનાના સાંસદ સંજય રાઉતએ જણાવ્યુ છે કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરવા માટે હવે સક્ષમ છે અને સાથોસાથ તેમણે કહ્યુ છે કે દેશમાં હવે નરેન્દ્ર મોદીની લહેર સમાપ્ત થઇ ગઇ છે. તેમનુ આ નિવેદન ભાજપ માટે પરેશાની ઉભી કરી શકે તેમ છે. તેમણે એમ પણ કહ્યુ છે કે જીએસટીને લઇને ગુજરાતના લોકોમાં ભારે ગુસ્સો છે. આને કારણે ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આકરા પડકારનો સામનો કરવો પડશે. તેમણે એક ટીવી ચેનલની ચર્ચામાં ભાગ લેતા આ મુજબ જણાવ્યુ હતુ.
 
ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે મતદાન યોજાશે. અને 18 ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરતાંની સાથે જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. 
 
રાહુલને એક સમારંભમાં પૂછવામાં આવ્યુ લગ્ન ક્યારે કરશો 
 
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ગઈકાલે દિલ્હીમાં એક સમારંભમાં ભાગ લીધો હતો અને પ્રેક્ષકોના સવાલોના જવાબ આપ્યા હતા. જો કે રાહુલને લગ્ન વિશે પૂછયું ત્યારે તેમણે કહ્યું હતુ કે જબ હોગી, હોગી.
 
સતત ત્રીજા દિવસે સેંસેક્સ નવી ઉંચાઈએ 
 
નવી દિલ્હી. શેર બજારમા નવા ઉચ્ચતમ સ્તરોનો રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા આજે પણ ચાલુ છે. સેંસેક્સ અને નિફ્ટીના નવા ઉચ્ચતમ સ્તરોને અડ્યો છે વેપારની શરૂઆત આજે સેંસેક્સ 81 અંક વધીને 33,228 અને નિફ્ટી 18 અંક મતલબ 0.11 ટકા વધીને 10,362 પર ખુલ્યો.. હાલ સેંસેક્સ 55 અંક મતલબ 0.15 ટકા વધીને 33,202ના સ્તર પર વેપાર કરી રહ્યા છે. નિફ્ટી સપાટ થઈને 10,344  સ્તર પર વેપાર કરી રહ્યો છે 
 
વાડા રિપોર્ટ - ડ્રોપિંગ કેસમાં વધુ એક ભારતીય ક્રિકેટરની સંડોવણી 
 
વિશ્વ ડોપિંગ રોઘી એજંસી (વાડા) ની 2016ની રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈના 153 માન્યતા પ્રાપ્ત ક્રિકેટરોમાંથી એક ભારતીય ક્રિકેટરના પરિક્ષણ પ્રતિબંધિત દવાના સેવન માટે પોઝીટિવ જોવા મળ્યા છે. આ ક્રિકેટરના નામનો ખુલાસો હજુ કરવામાં આવ્યો નથી. તે ભારત અંડર-19 ના પૂર્વ ખેલાડી પ્રદીપ સાંગવાન પછી ડોપિંગ પરિક્ષણમાં પોઝીટીવ જોવા મળનારા બીજા ભારતીય ક્રિકેટર છે. 
 
લોંચ થવાના થોડાક જ દિવસોમાં જીયોનો આ પ્લાન થયો મોંઘો 
 
રિલાયંસ જિયોએ પોતાના 91 જીબી ઈંટરનેટ ડેટાવાળા પ્રીપેડ પ્લાનને લોંચ કરવાના થોડા દિવસો પછી તેને મોંઘો કરી નાખ્યો છે. જ્યા સોમવાર સુધી આ પ્લાનની કિમંત 491 રૂપિયા હતી તો બુધવારની સવારે આ પ્લાનની કિમંત 499 રૂપિયા કરવામાં આવી.