ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 મે 2019 (11:22 IST)

વડાપ્રધાનની શપથવિધિમાં ભાજપના નેતાઓ દિલ્હી પહોંચશે, ટ્રેનો અને ફ્લાઈટો હાઉસફૂલ

વડાપ્રધાન મોદી આગામી 30મી જૂને શપથ લેવાના હોઈ ત્યારે ગુજરાતમાંથી પણ ભાજપના એક હજારથી વધુ નેતાઓ દિલ્હી પહોંચવા માટે થનગની રહ્યાં હતાં. હવે એવો રીપોર્ટ મળ્યો છે કે આ નેતાઓએ દિલ્હીમાં ધામા નાંખવા માટે ટ્રેનો અને ફ્લાઈટની ટિકીટો બુક કરી લીધી હોવાથી બંને તરફનો ટ્રાફિક હાઉસફૂલ થઈ રહ્યો છે. દેશભરમાંથી ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને સાંસદો દિલ્હી જવા રવાના થયા છે. ત્યારે ગુજરાતમાંથી એક હજાર જેટલા ભાજપના આગેવાનો, મોટા ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો આજે સવારથી દિલ્હી જવા રવાના થયા છે. જેથી દિલ્હી જતી મોટા ભાગની ટ્રેન અને ફ્લાઈટ હાઉસફુલ થઈ ગઈ છે. ભાજપના યુવા મોર્ચા અને મહિલા મોર્ચાના આગેવાનો આજે સવારથી શપથવિધિમાં હાજર રહેવા ટ્રેનથી રવાના થયા છે. મળતી માહિતી પ્રમાણે 27મે સોમવારથી જ અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટોની ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. સવારથી બપોર સુધી 11 ફ્લાઈટ છે. જેમાં વન-વે એરફેરના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે સાંજ સુધીમાં આ એરફેર 10 હજારને પાર કરે તેવી શક્યતા છે. જેમાં બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસસ ઈકોનોમી ક્લાસની એરટિકિટ તો વેચાઈ ગઈ છે. જેથી હવે VIP લોકો પાસે ઈકોનોમી ક્લાસની ટિકિટ ખરીદવાનો જ વિકલ્પ રહ્યો છે. ઈકોનોમી ક્લાસની ટિકિટનો ભાવ પણ વધી રહ્યો છે.