રવિવાર, 7 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2024 (08:05 IST)

UP accident news- યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ, 5ના મોત, બારીઓ તોડીને લોકો બહાર આવ્યા

UP accident news
યુપી અલીગઢમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક સાથે અથડાતા બસના ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં એક પાંચ મહિનાનું બાળક, એક મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે.
 
રસ્તા પર પડેલા ઇજાગ્રસ્ત બાળકો અને મહિલાઓ
ટપ્પલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શિશુપાલ શર્માએ જણાવ્યું કે, આ દુર્ઘટના યમુના એક્સપ્રેસ વે પર ટપ્પલ પાસે રાત્રે લગભગ 1 વાગ્યે થઈ હતી. બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી, જ્યારે ટ્રક દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. આ દરમિયાન બસની સ્પીડ વધુ હોવાને કારણે તે કાબૂ બહાર નીકળી ગઈ હતી અને બીયરની ખાલી બોટલો ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ કંડક્ટરની બાજુથી સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.