શુ અયોધ્યા વિવાદ ઉકેલાશે ? સીએમ યોગી આદિત્યનાથને મળ્યા શ્રી શ્રી રવિશંકર

લખનૌ| Last Modified બુધવાર, 15 નવેમ્બર 2017 (11:48 IST)
. અયોધ્યા વિવાદને કોર્ટમાંથી બહાર ઉકેલવા માટે ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકરે પોતાની કોશિશ ઝડપી બનાવી દીધી છે. આ કડી માં આજે તેમણે લખનૌમાં યૂપીના મુખ્યમંત્રી
યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. અત્યાર સુધી બંને વચ્ચે વાતચીતની કોઈ વિગત બહાર આવી નથી. વિશ્વ હિન્દુ પરિષદે મધ્યસ્થતાનો વિરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પ્રક્રિયામાં તેઓ અનેક મુસ્લિમ નેતાઓને પણ મળી ચુક્યા છે.

યોગી સાથે મુલાકાત પછી શ્રી શ્રી રવિશંકર આવતીકાલે અયોધ્યા જશે

ખાસ વાત એ છે કે શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થાને કેન્દ્ર સરકાર તરફથી કોઈ ઔપચારિક સમર્થન મળ્યુ નથી. પણ કેન્દ્ર સરકારે શ્રી શ્રી ના પ્રયત્નોથી દૂરી બનાવી મુકી રાખી છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ છે કે કેન્દ્ર સરકારની તેમા કોઈ ભૂમિકા નથી પણ જો વાતચીતથી મુદ્દો હલ નહી થાય તો સ્વાગત યોગ્ય પગલુ છે.

અત્યાર સુધી કોણે કોણે મળ્યા શ્રી શ્રી રવિશંકર

થોડા દિવસ યૂપી વક્ફ બોર્ડના ચેયરમેન શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત કરી હતી. શ્રી શ્રી રવિશંકર અનેક ઈમાન અને ગુરૂઓના સંપર્કમાં છે. જેમાં નિર્મોહી અખાડાના આચાર્ય રામ દાસનો પણ સમાવેશ છે.

આ રીતે બની શકે છે સહમતિ

અખાડો પરિષદ અને બોર્ડ વચ્ચે વિવાદ ખતમ કરવાને લઈને સહમતિ બની ગઈ છે. શિયા વક્ફ બોર્ડ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રાજી છે. શિયા વક્ફ બોર્ડે અયોધ્યા વિવાદ ઉકેલનારા ડ્રાફ્ટને કવર પેજ રજુ કર્યુ છે. કવર પેજ પર લખ્યુ છે એક રસ્તા એકતા કી ઓર.. તસ્વીરમાં એક બાજુ મંદિર અને બીજી તરફ મસ્જિદ છે..


આ પણ વાંચો :